Weather Forecast: દેશના કેટલાક શહેરોમાં દિવસ અને રાત બંને સમયે બરાબરની ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દિલ્હીમાં શુક્રવારે મહત્તમ તાપમાન લગભગ 44 ડિગ્રી નોંધાયું. જો કે કેટલાક વિસ્તારોમાં તેની ઈન્ટેસિટી 46 ડિગ્રી રેકોર્ડ થઈ. ગત રાતે ન્યૂનતમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો તો મિનિમમ ટેમ્પરેચર 33.3 ડિગ્રી પર પહોંચી ગયું. આમ છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને શુક્રવાની રાત આ સીઝનની સૌથી ગરમ રાત બની ગઈ. ગુજરાતમાં પણ હવામાનની શું સ્થિતિ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના હવામાનની વાત કરીએ તો શનિવારે 15 જૂનના રોજ ઉત્તર પ્રદેશના અનેક ભાગોની સાથે ઉત્તરાખંડ, હરિયાણા-ચંડીગઢ, દિલ્હી, પંજાબ, અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગંભીર લૂ (હીટવેવ)ની આગાહી છે. જ્યારે જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ અને બિહારના અલગ અલગ વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દિલ્હીમાં આગામી 6 દિવસ સુધી સતત લૂની શક્યતા છે. આ દરમિયાન મહત્તમ તાપમાન પણ 44થી 45 ડિગ્રી વચ્ચે રહેશે. 


લૂની અલર્ટ
હવામાન ખાતાએ દિલ્હી માટે શનિવારે આગામી ગુરુવાર સુધી લૂનું ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પવનની સ્પીડ 35થી 40 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. એટલે કે આગામી અઠવાડિયે પણ લૂથી રાહત મળે તેવું લાગતું નથી. 



ક્યાં સુધી રહેશે ગરમીનું ટોર્ચર
સમગ્ર દેશમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આગામી 14 દિવસ સુધી રાહતની આશા ઓછી છે . જો કે ક્યારેક હળવો વરસાદ પડી શકે છે. મોટાભાગના લોકો ફૂલ ફ્લેજમાં ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. સ્કાઈ વેધરના જણાવ્યાં મુજબ આગામી 2 થી 3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, અને બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવાની પરિસ્થિતિ અનુકૂળ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે. બિહારના મધ્ય ભાગ અન પૂર્વોત્તર અસમ પર એક ચક્રવાતી પરિસંચરણ છે. 


વરસાદનું એલર્ટ
આજે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, તેલંગણા, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, સિક્કિમ, અને અસમમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આંધ્ર પ્રદેશ, પૂર્વોત્તર ભારત, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત, અને જમ્મુ કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ મધ્ય પ્રદેશ, ઓડિશા, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, દક્ષિણ પૂર્વ રાજસ્થાન, ઉત્ર છત્તીસગઢ, તમિલનાડુ અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે. 


ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન ખાતના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય છે. હજુ સુધી ચોમાસુ વલસાડ નવસારી સુધી પહોંચ્યું છે. 15 જૂન એટલે કે આજે દાહોદ, છોટાઉદેપુર ,ડાંગ, નવસારી ,વલસાડ ,દમણ, દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. આવતી કાલે 16 જૂન ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, બોટાદમાં આગાહી, 17 જૂન નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર માં આગાહી, 18 જૂન નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી માં આગાહી, 19 જૂન નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની આગાહી અને 20 જુન નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.