All India Weather Forecast: દિલ્હીમાં હવામાન ફરીથી કરવટ લઈ શકે છે. ગાઢ ધૂમ્મસથી રાહત જરૂર મળી છે પરંતુ હવે વરસાદ અને કરા મુશ્કેલીઓ વધારી શકે છે. એવી આગાહી કરાઈ છે કે આવનારા દિવસોમાં વાદળો ફરીથી ઝરમર ઝરમર વરસાદ લાવશે. આ સાથે જ કેટલીક જગ્યાઓ પર કરા પણ પડી શકે છે. વરસાદ અને કરાની સાથે પૂરપાટ ઠંડા પવન પણ દિલ્હી સહિત અને રાજ્યોને હેરાન કરી શકે છે. ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કાયમેટ વેધર રિપોર્ટ મુજબ લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 17 તારીખથી લઈને 20 ફેબ્રુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વેસ્ટર્ન હિમાલયમાં વીજળી પડી શકે છે. આ ઉપરાંત કરા પણ પડી શકે છે. જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે. જ્યારે આ વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ ભારે વરસાદની પણ શક્યતા છે. 


ક્યાં ક્યાં પડી શકે કરા
રિપોર્ટ્સ મુજબ પંજાબમાં 18થી 20 ફેબ્રુઆરી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કરા પણ પડવાની શક્યતા છે. જ્યારે હરિયાણા, યુપી અને દિલ્હીમાં 19થી 21 ફેબ્રુઆરી વચ્ચે ગાજવીજ સાથે કરા પડી શકે છે. આ દરમિયાન 30 થી 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન  ફૂંકાઈ શકે છે. 


આ રાજ્યમાં ધૂમ્મસ છવાશે
યુપી, હરિયાણા અને દિલ્હીમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે. એવી પણ આગાહી છે કે 19 અને 20 ફેબ્રુઆરી વચ્ચે રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 17 ફેબ્રુઆરીના રોજ બિહાર અને ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે. 


પહાડો પર હિમવર્ષાની અસર ફક્ત હવામાન ઉપર જ નહીં પરંતુ કાશ્મીરના લોકોના જીવન ઉપર પણ જોવા મળી રહી છે. બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓની મોજમસ્તી તો તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુબ ઓછી જોઈ હશે. કાશ્મીરના ગુરેજમાં માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસમાં લોકો ક્રિકેટની મજા માણી રહ્યા છે. જે જણાવે છે કે કાશ્મીરની તસવીર આજે કેટલી બદલાઈ ચૂકી છે. જ્યાં એક સમયે બંદૂકનો ડર હતો ત્યાં લોકોના જીવન કેટલા બદલાઈ ચૂક્યા છે. 


બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં હવામાન પલટાવવાનું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 17 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ જશે. આ સાથે જ યલ્લો એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કે 19 અને 20 ફેબ્રુઆરીના રોજ હેવી સ્નોફોલને લઈને ઓરેન્જ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. 


કેવું રહેશે ગુજરાતની હવામાન
શુક્રવારે રાજ્ય હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા હોવાથી તાપમાનમાં ઘટાડો થશે. જો કે  આગામી પાંચ દિવસ વાતાવરણ સામાન્ય રહેશે. આગામી અઠવાડિયામાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉત્તરથી ઉત્તરીય પૂર્વ તરફ પવન ફૂંકાશે. હાલ સવારમાં પ્રેસર ગ્રેડિયન્ટના કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રવિવારથી તાપમાનમાં સામાન્ય 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 

જુઓ વીડિયો


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube