Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત. થઈ ગઈ છે ચોમાસાની શરૂઆત. દક્ષિણના રાજ્યોથી મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવી રહ્યાં છે વરસાદી વાદળો. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ બસ આવી જ ગયું છે. ગુજરાતમાં પણ સાઉથ ઝોન એટલેકે, વાપી, તાપી, વલસાડ, નવસારી અને સુરતના રૂરલ પટ્ટામાં કેટલાંક ઠેકાણે વરસાદી ઝાપટા ઝલક આપી ચુક્યા છે. બસ હવે ગુજરાતમાં પણ ફૂલ ફ્લેટમાં વરસાદ શરૂ થવાની તૈયારી સમજો. હવામાન વિભાગની માનીએ તો હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ફુલફ્લેટમાં ચોમાસુ ચાલુ થવામાં બે સપ્તાહ જેટલો સમય લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMDએ કહ્યું છે કે મહારાષ્ટ્રની રાજધાનીમાં 10 જૂન સુધી વીજળી, વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. જિલ્લામાં 10 જૂન સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં 10 જૂન સુધી ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈ, થાણે અને પુણેમાં વીજળી, વરસાદ અને ભારે પવન સાથે તોફાન થશે. મુંબઈના રહેવાસીઓએ મોસમના પ્રથમ પ્રિ-મોન્સૂન વરસાદનો અનુભવ કર્યો, જેના કારણે ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી.


મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં કેવું છે હવામાન?
8મી સુધી પૂર્વ મધ્યપ્રદેશ અને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં હીટ વેવની શક્યતા છે. હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાનમાં 8મી સુધી હીટ વેવ ચાલુ રહેશે. IMD એ તેના બુલેટિનમાં આગાહી કરી છે કે "પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે."


પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપીમાં શું છે સ્થિતિ?
પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ યુપીના કેટલાક સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાક સુધી) સાથે વાવાઝોડું/ધૂળનું તોફાન આવવાની અપેક્ષા છે.


આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ શું છે વરસાદની સ્થિતિ?
આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ વગેરેમાં ભારે વરસાદ. દક્ષિણ દ્વીપકલ્પમાં ચોમાસાની શરૂઆત સાથે, કેરળ અને તેની નજીકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ચોમાસાની બીજી શાખાની અસરને કારણે પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદ થશે.


આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, કેરળ કેવું છે હવામાન?
IMD એ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું કે, "આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના છે."


હવામાનની આગાહી કરતી એજન્સીએ ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર વગેરેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી, કરા અને વાવાઝોડાના પવનની આગાહી કરી છે. આગાહી.