દેશના મેદાની વિસ્તારોમાં ઠંડીની વિદાય થઈ ચૂકી છે. ઉત્તર અને પૂર્વી રાજ્યોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૌસમી વાયરાની દિશા ઝડપથી બદલાવવાની શરૂ થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) પ્રકૃતિના આ બદલાતા તેવરને જોતા દેશના અનેક ભાગોમાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ અગાઉ મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો. આ દરમિયાન આંધી તોફાનના પણ એંધાણ છે. બીજી બાજુ દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં 26 માર્ચના રોજ વાદળ છવાયેલા રહેવાનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat weather : IMD એ  હવામાન અંગે જે લેટેસ્ટ આગાહી કરી છે તે મુજબ 26 માર્ચના રોજ પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના અનેક ભાગોમાં આંધી તોફાન જોવા મળી શકે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ સંલગ્ન ગંગાના મેદાની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે તોફાન સાથે જ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી ગંગાના તટીય મેદાનોમાં હવામાનનો મિજાજ ભારે જોવા મળી રહ્યો છે. સતત બદલાતી મૌસમી દશાઓના પગલે વરસાદ સાથે તોફાન અને કરાનો દોર ચાલુ છે. જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 


IMD લેટેસ્ટ અપડેટ
IMD એ જે લેટેસ્ટ અપડેટ બહાર પાડ્યું છે તે મુજબ પૂર્વોત્તર ભારત,ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળનો વિસ્તાર અને સિક્કિમમાં 26 માર્ચના રોજ તોફાન સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હવામાન સતત પલટાઈ રહ્યું છે. ક્યારેક ખુબ તાપ તો ક્યારેક પૂરપાટ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ઠંડીની વિદાય સાથે જ આ પ્રકારની મૌસમી ગતિવિધિઓ વધી રહી છે. આવનારા દિવસોમાં પણ હવામાનમાં આવા પલટા જોવા મળી શકે છે. બીજી બાજુ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ઓડિશાના ઉત્તરી ભાગોની સાથે પૂર્વ ઝારખંડ, પશ્ચિમ બંગાળ,સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ પૂરપાટ પવન સાથે વરસાદ પડ્યો છે. 


ગુજરાતમાં હવામાન
ગુજરાતની વાત કરીએ તો ઠંડીની વિદાય સાથે જ આકરા તાપની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના રાજ્યોમાં કાલે તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયુ. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા ચોંકાવનારા છે. જેમાં અમદાવાદ 38.6 ડિગ્રી, ગાંધીનગર 38.5 ડિગ્રી, ડીસા  38.4 ડિગ્રી, વડોદરા 38.6  ડિગ્રી, ભાવનગર 37.4  ડિગ્રી, રાજકોટ 39.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 39.5 ડિગ્રી, મહુવા 38.0 ડિગ્રી, ભુજ  39.8 ડિગ્રી, કંડલા 37.6 ડિગ્રી, કેશોદ  38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. 


અંબાલાલ પટેલની આગાહી
બીજી બાજુ આ વખતે હોળીકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે પણ જાણવા જેવી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ અનુમાન કર્યું છે. તે દિવસે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જે એપ્રિલ થી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.