All India Rain Forecast: ચોમાસું સુસ્ત થતા પંજાબ અને હરિયાણા સૂકા હવામાનની ઝપેટમાં છે. હાલ આસપાસ કોઈ વેસ્ટર્ન ડિસ્ટબન્સ જોવા મળી રહ્યું નથી. જેના કારણે વરસાદની આશા કરી શકાય. ચોમાસું પવનનું ક્ષેત્ર હાલ ઉત્તર તરફ અંતર બનાવી રહેલું છે. ઓગસ્ટમાં આ બંને રાજ્યોમાં ચોમાસાનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું. ઓગસ્ટ મહિનાની શરૂઆત 34 ટકા વધુ વરસાદથી થઈ તો મહિનો પૂરો થતા થતા તો દર -1 ટકા થઈ ગયો. આ પ્રકારે હરિયાણામાં ઓગસ્ટની શરૂઆત 52 ટકા વધુ વરસાદથી થઈ. જ્યારે મહિનાના અંતમાં તે ઘટીને 9 ટકા રહી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સપ્તાહ સુધી વરસાદની આશા નહીં
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ હવે નજીકના ભવિષ્યમાં ચોમાસુ તરત પાછા ફરવાની આશા ઓછી છે. ઓછામાં ઓછું આગામી એક અઠવાડિયા સુધી તો આવું સૂકું વાતાવરણ રહે તેવા એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરી અને મોનસૂફ ટ્રફના ઉત્તર તરફ હોવાના કારણ બંને રાજ્ય જરૂરી વરસાદ માટે તરસી રહ્યા છે. મોનસૂન ટ્રફ હાલ હિમાલયની તલેટી નજીક જોવા મળી રહ્યું છે. જે આગામી 3થી 4 દિવસ સુધી તલેટીમાં ચાલુ રહેશે. ત્યારબાદ તે પૂર્વ છેડા દક્ષિણ તરફ આગળ વધશે. 


આજે કેવું રહેશે હવામાન
એજન્સીના જણાવ્યા મુજબ આજે ઓડિશા, તેલંગણા, અને પશ્ચિમી હિમાલયમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. લક્ષદ્વિપ, આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, પૂર્વોત્તર ભારત અને સિક્કિમમાં પણ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેરળ અને આંદમાન તથા નિકોબાર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર તથા કર્ણાટક અન તમિલનાડુમાં એક કે બે સ્થાનો પર વરસાદ પડી શકે છે. 


શું છે ગુજરાતની પરિસ્થિતિ
જૂન-જુલાઈમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં ખુબ ઓછો વરસાદ પડતા રાજ્યના ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે. એક તરફ ખેતરમાં પાક ઊભો છે અને ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા છે. ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની ઘટ પડી છે. એક તરફ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યાં છે તો બીજીતરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ખુબ મહત્વની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત છે. 


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે વરસાદ પડવાની શક્યતા ખુબ ઓછી છે તેમ કહેવામાં આવ્યું છે. તો આગામી 24 કલાકમાં ડાંગ, વલસાદ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં આગામી એક સપ્તાહ સુધી ઓછા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે પરંતુ વરસાદની શક્યતા નથી.  


રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય નહીં
હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં વરસાદમાં હાલની સ્થિતિએ થોડો સુધારો થવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યાં છે. એટલે આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં પણ 1-2 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાને કારણે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube