Weather Update: મે મહિનામાં 20 દિવસ વીતી ગયા છે, પરંતુ થોડા દિવસોને બાદ કરતાં લોકોને આકરી ગરમીથી ઘણી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોકોને મળેલી આ તાત્કાલિક રાહત વચ્ચે હવામાન વિભાગે નવી સ્થિતિને લઈને મોટી ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી આકરી ગરમી પડશે. IMD અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રણ દિવસ બાદ ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 થી 26 મે વચ્ચે સતત ચાર દિવસ સુધી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.


આ પણ વાંચો:
Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ
Ertiga-Innova ભૂલી જશો! માર્કેટમાં ધમાલ મચાવા આવી રહી છે નવી ત્રણ 7 સીટર કાર
WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો! ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર


દિલ્હી ઉપરાંત યુપીમાં પણ 23 મેથી 26 મે સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં 22 થી 24 મે વચ્ચે ધૂળની ડમરીઓ માટે એલર્ટ છે, જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 22 થી 24 મે વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23મી મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વની વાત કરીએ તો આ રાજ્યોમાં આગામી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલયમાં 21-24 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 24 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં આજે એટલે કે 21 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.


દેશના મોટા ભાગમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગગડી રહ્યો છે. તાજેતરના રેપિડ એટ્રિબ્યુશન એનાલિસિસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન વર્તમાન સ્તર કરતાં 7-8 ડિગ્રી વધુ ગરમ થઈ શકે છે. એટલે કે ભારતના ઘણા શહેરોનું તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગથી પ્રભાવિત દેશોની યાદીમાં બાંગ્લાદેશ અને થાઈલેન્ડનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube