હાલ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય અને તેની નજીક ઉત્તરી બંગાળની ખાડી પર બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રના પગલે તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, તેલંગણામાં 18 અને 19 જુલાઈના રોજ, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢમાં 19 અને 20 જુલાઈના રોજ અને દક્ષિણ ઓડિશામાં 19 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, તટીય કર્ણાટક, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, ગુજરાતમાં 18 અને 19 જુલાઈના રોજ ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ 21 અને 22 જુલાઈના રોજ  ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ક્યાં પડ્યો વરસાદ
તટીય કર્ણાટક, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, તમિલનાડુ, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, વિદર્ભમાં ભારે વરસાદ પડ્યો. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઓડિશા, આંદમાન અને નિકોબાર, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કીમ, અસમ, ત્રિપુરામાં પણ વરસાદ પડ્યો છે. 


ક્યાં છે આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગણામાં 18-20 જુલાઈ, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, તટીય કર્ણાટક, ગુજરાત, તટીય આંધ્ર પ્રદેશ, યનમમાં 18 અને 19 જુલાઈ, તમિલનાડુમાં 18 જુલાઈ, વિદર્ભ, સાઉથ છત્તીસગઢમાં 19 અને 20 જુલાઈ, સાઉથ ઓડિશામાં 19 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તરી આંતરિક કર્ણાટકમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે રાયલસીમામાં 19, ગંગીય પશ્ચિમ બંગાળમાં 20-22 જુલાઈ, ઝારખંડમાં 21 અને 22 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. 


ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને પશ્ચિમી રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનો દોર રહેશે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે. જ્યારે  પશ્ચિમ રાજશ્તાનમાં 20 અને 21 જુલાઈ, પંજાબમાં 18 જુલાઈ, હરિયાણા ચંડીગઢમાં 18 અને 19 જુલાઈ તથા 21 અને 22 જુલાઈ, ઉત્તર પ્રદેશમાં 21 અને 22 જુલાઈના રોજ ભારે વરસાદ પડશે. 


ગુજરાત માટે શું છે આગાહી
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં માં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ,સુરેન્દ્રનગર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભાવનગર અને બોટાદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં આજે યેલો અલર્ટ  સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સીઝનમાં અપેક્ષિત 255 mm વરસાદની સામે 240 mm વરસાદ પડ્યો છે. સરેરાશ કરતા 6 ટકા વરસાદ ઓછો છે.