Weather Updates: ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 3 લોકોના મોત, મુંબઈ-દિલ્હીમાં હાલ બેહાલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે.
નવી દિલ્હી/મુંબઈ: ભારે વરસાદ (Rain) બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે.
ઘટના બાદથી ચાર લોકો હજુ ગુમ
SDRF ના ઈન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે જણાવ્યું કે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં ગઈ કાલે મોડી રાતે વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર લોકો લાપત્તા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બચાવ અને રાહ્ત કાર્યમાં તેજી લાવવાના આદેશ આપ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube