Weather Update: આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વાવાઝોડાનું અનુમાન છે. ભારત હવામાન વિભાગ (IMD) એ એક બુલેટિન બહાર પાડીને કહ્યું કે 26 સપ્ટેમ્બરની સાંજ સુધી ઉત્તર આંધ્ર પ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશામાં એક વાવાઝોડું ત્રાટકવાનું અનુમાન કરાઈ રહ્યું છે. હવામાન ખાતા મુજબ બંગાળની ખાડી ઉપર એક હળવા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જેના કારણે આગામી 12 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMD ના અનુમાન મુજબ આ વાવાઝોડું આગામી ગણતરીના કલાકોમાં ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાને પાર કરે તેવી સંભાવના છે. આ ચક્રવાતને ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ના નામથી ઓળખવામાં આવશે. તેના પગલે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. 


26 સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે વાવાઝોડું
IMD એ ટ્વીટ કરીને પોતાની અલર્ટમાં કહ્યું કે ઉત્તર અને આસપાસના મધ્ય બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન વધીને જલદી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે આગામી 12 કલાકમાં તે તેજ બનીને વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. તે 26 નવેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશા ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠાને પાર કરે તેવી શક્યતા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube