હિમાચલ પ્રદેશ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 39 જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું. બિયાસ નદી વિકરાળ બનતા ઈમારતો અને પુલને પણ સાથે લેતી ગઈ. છેલ્લા 72 કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 76 લોકોના જીવ ગયા. યુપીમાં 34, હિમાચલ પ્રદેશમાં 20, જમ્મુ અને કાશ્મીરમાં 15, દિલ્હીમાં 5 અને રાજસ્થાન તથા હરિયાણામાં એક એક લોકોના મોત થયા છે. 


યમુના વિકરાળ બની, પૂરનું જોખમ
દિલ્હીમાં યમુના નદીનું વોટર લેવલ ખતરાના નિશાનને પાર કરી ગયું છે. મંગળવાર સવારે 8 વાગ્યા સુધી નદીનું પાણી 206.32 મીટર પર વહી રહ્યું હતું. 1978માં હાઈએસ્ટ 207.49 મીટર સુધી આવી ગયું હતું. હરિયાણાના હથિણી કુંડ બેરાજથી છોડવામાં આવેલું પાણી ઝડપથી યમુનાના જળસ્તરને પાર કરી રહ્યું છે. યમુના કિનારાના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ અપાઈ છે. સુરક્ષા કારણોસર લોહેવાલા પુલ પણ બંધ કરાયો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube