Rainfall Alert: ચક્રવાતની ચેતવણી! સળંગ ચાર દિવસ આ જગ્યાઓ પર ભુક્કા બોલાવશે વરસાદ
Weather Update: એક તરફ હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જાણો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ...
Rainfall Alert: હવામાન વિભાગે સૌ કોઈને સાવચેત રહેવા માટે આપી દીધી છે ચેતવણી. કારણકે, ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. દેશમાં કેવી રહે છે હવામાનની સ્થિતિ તેનો ચિતાર અહીં જાણો વિગતવાર. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે. તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. આમ છતાં ભગવાન ઈન્દ્ર અનેક ક્ષેત્રોમાં અત્યંત દયાળુ છે. હવામાન વિભાગ (IMD) ના એલર્ટ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર એક ચક્રવાત વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે, જે હવામાનમાં ફેરફારનું કારણ બનશે. ચક્રવાતી તોફાન વચ્ચે કેરળમાં ભારે વરસાદનું એલર્ટ છે. આગામી ચાર દિવસ સુધી અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ જ એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તામિલનાડુમાં 21 અને 22 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 22મી ઓક્ટોબરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઓછી અસર સક્રિય થવાની શક્યતા છે. જેની અસર હવામાન પર જોવા મળશે. જેના કારણે રાજ્યમાં ઝરમર વરસાદ પડી શકે છે. આગામી કેટલાક દિવસો સુધી હવામાન શુષ્ક રહી શકે છે. અને ઠંડીની વધુ અસર થશે. ફતેહપુર, શેખાવતી, સીકર, સિરોહી, હનુમાનગઢ વગેરે જિલ્લામાં લઘુત્તમ પારો 15 ડિગ્રીએ પહોંચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 ઓક્ટોબરની વચ્ચે રાજ્યમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે. 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે.
અહીં પણ ભારે વરસાદ-
ઉત્તર-પૂર્વની વાત કરીએ તો રવિવારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં 24 અને 25 ઓક્ટોબરે વરસાદ જોવા મળશે. આસામમાં 25 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી છે. પૂર્વ ભારતમાં ઓડિશા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 ઓક્ટોબર સુધી અહીં ભારે વરસાદ પડી શકે છે.