Heavy Rain Forecast: IMD ની ચેતવણી, આ વિસ્તારોને આજે બરાબર ધમરોળશે વરસાદ! જાણો લેટેસ્ટ આગાહી
Weather Forecast Today: દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જાણો કેવો રહેશે આગામી સમય...
Weather Forecast Today: દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આંદમાન-નિકોબારમાં આજે અને આવતી કાલે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. મેઘાલય અને અસમના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પુડુચેરી, ઉત્તર તમિલનાડુ, અને કરાઈકલમાં પણ ભારે વરસાદની શક્યતા છ. જ્યારે કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં ઉકળાટવાળી સ્થિતિ જોવા મળી શકે છે.
આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આજના હવામાનની વાત કરીએ તો પૂર્વોત્તર ભારત, તટીય તમિલનાડુના કેટલાક ભાગો અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અને કોંકણ તથા ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક કે બે વખત ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, વિદર્ભ, અને દક્ષિણ ગુજરાતમાં એક કે બે સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે.
આ રાજ્યોમાં પણ વરસાદની વકી
જો આજના હવામાી વાત કરીએ તે પશ્ચિમી હિમાલયના પહાડી વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પણ વરસાદ પડી શકે છે તથા પશ્ચિમ હિમાયલની પહાડીઓના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ સાથે હળવા વરસાદની વકી છે.
ગુજરાતમાં શું છે વરસાની સ્થિતિ
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ કોરો જશે. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદના એંધાણ છે. હવે એવુ લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ-નીનો કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે. પરંતુ હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણનો સમાવેશ થાય છે. બાદમાં અહીં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
શું કહે છે અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.
રક્ષાબંધન પર પડી શકે વરસાદ!
હવે ભાઈ-બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. બે દિવસ બાદ 30 ઓગસ્ટ રક્ષાબંધન છે. ત્યારે જો તમને રક્ષાબંધનના દિવસોમાં વરસાદની ચિંતા સતાવી રહી છે, તો જાણી લો કે તમે રક્ષાબંધનના દિવસે છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી. તેથી તમે રક્ષાબંધનનું બિન્દાસ્ત પ્લાનિંગ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube