આ વખતે છઠ પૂજા પર હવામાન બગડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણવાળું એક વાયુ ક્ષેત્ર  બનેલું છે. જે ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન 17 નવેમ્બરના રોજ કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી શક્યતા છે. જેનાથી પૂરપાટ પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 નવેમ્બરથી વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી અને આંદમાન નિકોબાર ઉપર મંગળવારે ઓછા દબાણવાળું વાયુ ક્ષેત્ર બનેલું છે. આ દબાણ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જ્યાં તે 15 નવેમ્બરના રોજ ભારે પવન કે હળવા તોફાનમાં ફેરવાઈ જશે. ત્યારબાદ 16 નવેમ્બરે તે તોફાન તેજ થઈને તે દિવસે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો જોડે ટકરાઈ શકે છે. 


IMD ના જણાવ્યા મુજબ આ તોફાન 17 નવેમ્બરે ઉત્તર તરફ વળીને ઓડિશા પહોંચશે. જ્યાં કાંઠા વિસ્તારોમાં તેજ હવાઓ સાથે જબરદસ્ત વરસાદ પડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ તોફાનના કારણએ પશ્ચિમ બંગાળના દક્ષિણી જિલ્લાઓમાં પણ 16થી 18 નવેમ્બર સુધી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ તોફાનના કારણએ બિહાર અને ઝારખંડમાં પણ અનેક ભાગોમાં ન્હાય ખાયથી લઈને અર્ધ્ય (છઠ પૂજા) સુધી હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક વધશે. 


હવામાન વિભાગે બહાર પાડી એડવાઈઝરી
છઠ પૂજા પર આવી રહેલા આ તોફાન (IMD Weather Prediction) ને જોતા હવામાન ખાતાએ લોકો માટે એડવાઈઝરી પણ બહાર પાડી છે. વિભાગના જણાવ્યાં મુજબ ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની અને ભૂસ્ખલનની પણ શક્યતાઓ રહેલી છે. જેના કારણે નદી અને નાળા ઉછાળા મારી શકે છે. આવામાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. વિભાગે લોકોને અપીલ કરી છે કે હવામાન ખાતાની ચેતવણીઓ પર ધ્યાન આપે અને જરૂરી સાવધાની વર્તે.