નૈનીતાલ: નૈનીતાલમાં સીઝનની પ્રથમ હિમવર્ષાથી પર્યટકોના ચહેરા ખીલી ઉઠ્યા ચેહ. સરોવર નગરીની આસપાસના પહાડો પર સફેદ બરફની ચાદર છવાઇ ગઇ છે. લાંબા સમયથી પ્રવાસીઓ નૈનીતાલમાં હિમવર્ષાની આશા માંડીને બેઠા હતા. સીઝનની પહેલી હિમવર્ષા નૈનીતાલ આવનાર પ્રવાસીઓ અને વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. નૈનીતાલમાં ચાઇના પીક, ટિપ એન્ડ ટોપની ચોટીઓ ઢંકાઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફરજનના પાક માટે પહેલી હિમવર્ષા થશે ફાયદાકારક
નૈનીતાલ જિલ્લાના કેટલાક ભાગમાં જોરદાર હિમવર્ષા થઇ છે. રામગઢ, મુક્તેશ્વર સહિત સફરજનના બગીચા બરફની ચાદરથી ઢંકાઇ ચૂક્યા છે. મુક્તેશ્વરના વિક્રમ બિષ્ટેએ જણાવ્યું કે સિઝનની પ્રથમ હિમવર્ષા સફરજનના પાક માટે ખૂબ ફાયદાકારક રહેશે. મુક્તેશ્વર જ નહી રાનીખેત,અ સિતલાખેત, મુનસ્યારી, ધરચૂલા અને બાગેશ્વર, ચૌકઓડી, બેરીનાગ ભાગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. 


મેદાની વિસ્તારો વધશે ઠંડી
હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં તાપમાન ખૂબ ઓછું થઇ જશે. હવામાન વિજ્ઞાનનું માનીએ તો આગામી 24 કલાક સમગ્ર વિસ્તારમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ સમગ્ર ઉત્તર ભારત શીલ લહેરની ચપેટમાં આવી જશે. 


ન્યૂ ઇયર પહેલાં હિમવર્ષાની ભેટ
નવા વર્ષની ઉજવણી પહેલાં જ પ્રકૃતિપ્રેમીઓ માટે પોતાની સુંદરતાની ચાદર પાથરી ચૂકી છે. આ વર્ષે કુમાઉ વિસ્તારમાં કુદરતની આ ત્રીજી હિમવર્ષા થઇ છે. નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નૈનીતાલ,ભીમતાલ, સાત તાલ, નૌકુચિયાતાલ, રાનીખેત, અલ્મોડા અને મુક્તેશ્વરની વાદીઓમાં પહોંચે છે. પરંતુ આ વખતે પ્રકૃતિએ પહેલાં જ સફેદ ચાદર ઓઢી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube