Marriage Viral Video: ડાન્સ ફ્લોર પર અચાનક મહિલાને ખેંચીને લાવ્યા બાદ જે બાથંબાથી થઈ...જુઓ વીડિયો
Marriage Viral Video: કોઈ લગ્ન સમારોહનો આ વીડિયો છે જેમાં ડીજે ફ્લોર પર ડાન્સ ચાલે છે. બધા મસ્તી કરતા હોય છે અને અચાનક આ મસ્તી ઝઘડામાં ફેરવાઈ જાય છે.
Marriage Viral Video: ભારતમાં લગ્ન પ્રસંગે અલગ અલગ સમારોહનું આયોજન થતું હોય છે જેમાં લોકો મન મૂકીને મજા માણે છે. જેમ કે મહેંદી, સંગીત, વગેરે. આવા આયોજનોમાં મજાની સાથે સાથે ક્યારેક ઉપાધિ પણ આવી જતી હોય છે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે આવા આયોજનોના વીડિયો પણ વાયરલ થઈ જાય છે. જેમાં કેટલાક વીડિયો મજાકીયા તો કેટલાક લડાઈ ઝઘડાના પણ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કોઈ લગ્ન સમારોહનો આવી વીડિયો છે જેમાં ડીજે ફ્લોર પર ડાન્સ ચાલે છે. બધા મસ્તી કરતા હોય છે અને અચાનક આ મસ્તી ઝઘડામાં ફેરવાઈ જાય છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કોઈનું લગ્ન છે જેમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા છે. સામે ડીજે ફ્લોર પર લોકો ડાન્સની મજા માણી રહ્યા છે. અચાનક એવી ઘટના ઘટી કે લોકો પરસ્પર ઝઘડી પડ્યા. વાત જાણે એમ હતી કે બધાને નાચતા જોઈને એક કપલ પણ ડાન્સ કરવા માટે ફ્લોર પર આવ્યું. એક વ્યક્તિ મહિલાને લઈને ડાન્સ કરવા માટે ફ્લોર પર આવ્યો અને ડાન્સ કરવા લાગ્યા ત્યારે ફ્લોર પર ડાન્સ કરતા અન્ય એક યુવકને કદાચ તે મહિલા સાથે ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ અને ત્યારબાદ તો મહિલા સાથે ફ્લોર પર આવેલા વ્યક્તિ સાથે બાથમબાથી કરવા લાગ્યો. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું.
જુઓ ચોંકાવનારો Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube