નવી દિલ્હી/રુદ્રપ્રયાગ: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાના ગ્રાન્ડ સગાઈ સેલિબ્રેશન બાદ તેમના લગ્ન ક્યાં થશે તે અંગે ચર્ચાઓ જોરશોરથી થવા લાગી હતી. આકાશ અને શ્લોકાના લગ્ન અંગે એવી ચર્ચાઓ છે કે મધ્ય હિમાલયમાં સ્થિત ત્રિયુગીનારાયણ મંદિરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના મોટા પુત્ર આકાશના લગ્નની કેટલીક રસ્મો પૂરી કરી શકે છે. આ  લગ્ન માટે તૈયારીઓ થઈ રહી છે. માર્ચ 2018માં રુદ્રપ્રયાગમાં સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે જાહેર કર્યુ હતું. એવી માન્યતા છે કે ઉત્તરાખંડની વાદીઓ વચ્ચે આ મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં થયા હતાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ
એવી માન્યતા છે કે ભગવાન શિવે હિમાલયના મંદાકિની વિસ્તારના ત્રિયુગીનારાયણમાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતાં. જેનું પ્રમાણ છે અહીં પ્રજ્વલિત રહેતી અગ્નિની જ્યોતિ જે ત્રેતાયુગથી સતત પ્રજ્વલિત છે. કહેવાય છે કે ભગવાન શિવે માતા પાર્વતી સાથે આ જ્યોતિ સમક્ષ વિવાહના ફેરા લીધા હતાં. ત્યારથી અહીં અનેક કપલ વિવાહના બંધનમાં બંધાયા છે. લોકોનું માનવું છે કે અહીં લગ્ન કરવાથી દાંપત્યજીવન સુખી રહે છે. ત્રેતાયુગનું આ શિવ પાર્વતીનું વિવાહનું સ્થળ રુદ્રપ્રયાગ જિલ્લાના સીમાંત ગામમાં ત્રિયુગીનારાયણ મંદિરના સ્વરૂપમાં હાલના સમયમાં આસ્થાનું કેન્દ્ર છે. 



ત્રિયુગીનારાયણમાં છે ઊંડી આસ્થા
કેદારનાથ અને બદ્રીનાથ ધામની સાથે જ મધ્ય હિમાલયમાં સ્થિત ત્રિયુગીનારાયણ મંદિર સાથે દેશના ઉદ્યોગપતિ અંબાણી પરિવારનો જૂનો સંબંધ રહ્યો છે. 40 વર્ષ પહેલા વર્ષ 1978માં ધીરુભાઈ અંબાણીએ પોતાના બંને પુત્રોની સાથે ત્રિયુગીનારાયણ મંદિરમાં આવીને ભગવાનના આશીર્વાદ લીધા હતાં. અહીં પૂજા  અર્ચના કર્યા બાદ તેઓ કેદારનાથ દર્શન માટે ગયા હતાં. 



રિલાયન્સ ગ્રુપના ચાર સભ્યો પહોંચ્યા મંદિર
રુદ્રપ્રયાગથી લગભગ 80 કિમી દૂર ગૌરીકુંડ પાસે ત્રિયુગીનારાયણ મંદિર આવેલુ છે. લગભગ પાંચ દિવસ પહેલા રિલાયન્સ ગ્રુપની ચાર સંભ્યોની ટીમ ત્રિયુગીનારાયણ મંદિર પહોંચી હતી અને તેમણે મંદિરના લોકેશનની સાથે સાથે ત્યાં રહેવા માટે ગઢવાલ મંડલ વિકાસ નિગમના બંગલાનું પણ નિરીક્ષણ કરીને પૂરેપૂરી લીધી. 



આ છે પૌરાણિક કથા
હિંદુ પૌરાણિક ગ્રંથો મુજબ પર્વતરાજ હિમાવત કે હિમાવનની પુત્રી હતી પાર્વતી. પાર્વતીના રૂપમાં સતીનો પુનર્જન્મ થયો હતો. પાર્વતીએ શરૂઆતમાં પોતાના સૌંદર્યથી શિવને મનાવવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. ત્રિયુગીનારાયણથી પાંચ કિલોમીટર દૂર ગૌરીકુંડ કઠિન તપસ્યા અને ધ્યાનથી જ તેમણે શિવનું મન જીત્યું. જે શ્રદ્ધાળુઓ ત્રિયુગીનારાયણ જાય છે, તેઓ ગૌરીકુંડના દર્શન પણ કરે છે. પૌરાણિક ગ્રંથ જણાવે છે કે શિવે પાર્વતી સમક્ષ કેદારનાથના માર્ગમાં આવતા ગુપ્તકાશીમાં વિવાહ પ્રસ્તાવ રજુ કર્યો હતો. ત્યારબાદ બંનેના વિવાહ ત્રિયુગીનારાયણ ગામમાં મંદાકિની સોન અને ગંગાના મિલન સ્થળ પર સંપન્ન થયો. 



એવું પણ કહેવાય છે કે ત્રિયુગીનારાયણ હિમાવતની રાજધાની હતી. અહીં શિવ પાર્વતીના વિવાહમાં વિષ્ણુએ પાર્વતીના ભાઈના રૂપમાં તમામ રીતિઓનું પાલન કર્યુ હતું. જ્યારે બ્રહ્મા આ વિવાહમાં પુરોહિત બન્યા હતાં. તે સમયે તમામ સંત મુનિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો. વિવાહ સ્થળના નિયત સ્થાનને બ્રહ્મ શિલા કહેવાય છે. જે મંદિરની બરાબર સામે છે. આ મંદિરના મહાત્મ્યનું વર્ણન સ્થલ પુરાણમાં પણ મળે છે. 


વિવાહ પહેલા તમામ દેવતાઓએ અહીં સ્નાન પણ કર્યું અને આથી અહીં ત્રણ કુંડ બન્યાં છે જેને રુદ્ર કૂંડ, વિષ્ણુકૂંડ અને બ્રહ્માકૂંડ કહે છે. આ ત્રણેય કૂંડમાં જળ સરસ્વતી કૂંડથી આવે છે. સરસ્વતી કૂંડનું નિર્માણ વિષ્ણુની નાસિકાથી થયું હતું. આથી એવી માનયતા છે કે આ કૂંડમાં સ્નાન કરવાથી વાંઝિયાપણામાંથી મુક્તિ મળે છે. જે પણ શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થાનની યાત્રા કરે છે તેઓ અહીં પ્રજ્વલિત અખંડ જ્યોતિની ભભૂત પોતાની સાથે લઈ જાય છે જેથી કરીને તેમનું વૈવાહિક જીવન શિવ અને પાર્વતીના આશિષથી હંમેશા મંગલમય રહે. 


આ હસ્તિઓએ પણ અહીં કર્યા હતાં લગ્ન
ઉત્તરાખંડના રાજ્યમંત્રી ડો. ધનસિંહ રાવત
ટીવી કલાકાર કવિતા કૌશિક
આઈએએસ અપર્ણા ગૌતમ
ઉત્તરાખંડના પહેલી બેચના પીસીએસ ટોપર લલિત મોહન રયાલ અને રશ્મિ રયાલ