ચંડીગઢઃ હરિયાણામાં કોરોના વાયરસ (Corona virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના ચેન તોડવા માટે હરિયાણા સરકારે ગુંડગાંવ અને ફરીદાબાદ સહિત 9 જિલ્લામાં વીકેન્ડ લૉકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. 30 એપ્રિલના રાત્રે 10 કલાકથી 3 મેની સવારે પાંચ કલાક સુધી લૉકડાઉન રહેશે. આ જિલ્લામાં પંચકૂલા, સોનીપત, રોહતક, કરનાલ, હિસાર, સિરસા અને ફતેહાબાદ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીકેન્ડ લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓને છોડી અન્ય વસ્તુ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા રાજ્યમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તે હેઠળ ચાર કે વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આ મહિને હરિયાણામાં કોરોના કેસમાં સતત વધારો થયો છે. તેનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. 


આ પણ વાંચોઃ જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં રડવા લાગ્યા સીનિયર વકીલ, જજે કહ્યું- આપણે બધા લાચાર છીએ


હરિયાણા સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સતત વધતા મામલાને કારણે રાજ્યના 9 જિલ્લામાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વીકેન્ડ લૉકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ ચાલીને કે ગાડીથી યાત્રા કરી શકશે નહીં અને ન કોઈ જાહેર સ્થળે જઈ શકશે. 


પરંતુ આ દરમિયાન તેવા લોકોને છૂટ આપવામાં આવી છે જે કાયદો વ્યવસ્થા, ઇમરજન્સી સેવાઓ, પોલીસકર્મી, યુનિફોર્મમાં મિલિટ્રી કે સીએપીએફના જવાન, સ્વાસ્થ્ય વિભાગ, વિજળી વિભાગ અને મીડિયાકર્મી સામેલ છે. આ દરમિયાન જરૂરી વસ્તુઓના ઉત્પાદન પર કોઈ પ્રતિબંધ નથી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube