નવી દિલ્હીઃ Weird News: સામાન્ય રીતે કિચનને મહિલાઓનું ક્ષેત્ર માનવામાં આવે છે. દરેક યુગોમાં મહિલાઓ રસોઈનું કામ સંભાળતી આવી છે. પરંતુ અમે તમને કહીએ કે ભારતના એક ગામમાં પુરૂષ (Male Chef) કિચન સંભાળે છે તો? લગભગ તમારા માટે આ વાત માનવી થોડી મુશ્કેલ થઈ જશે પરંતુ આ સત્ય છે. હકીકતમાં પુડુચેરી (Puducherry) ના એક ગામને વિલેજ ઓપ કુક્સ  (Village Of Cooks) તરીકે ઓળખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષોથી પુરૂષ સંભાળી રહ્યાં છે કિચન
પુડુચેરીમાં સ્થિત કલાયુર ગામ (Kalayur Village) માં પુરૂષોને કિચનના રાજા  (Kitchen King) માનવામાં આવે છે. 5 સદી એટલે કે 500 વર્ષોથી અહીં રસોઈઘરોમાં પુરૂષોનો દબદબો છે. આ ગામ પુડુચેરીથી 30 કિલોમીટર દૂર છે અને દરેક ઘરમાં એક શાનદાર બાવર્ચી (Chef) મળી જાય છે. આ ગામમાં આશરે 80 ઘર છે અને દરેક ઘરમાં પુરૂષો જ ભોજન બનાવે તે પરંપરાનો ભાગ છે. 


આ પણ વાંચોઃ પર્યાવરણ દિવસ પર બોલ્યા પ્રધાનમંત્રી, ક્લાઇમેટ ચેન્જને કારણે આવી રહેલા પડકારો પ્રત્યે ભારત જાગરૂત  


આ પુરૂષોને મળે છે ખાસ ટ્રેનિંગ
એક અનુમાન પ્રમાણે ગામમાં 200 પુરૂષ કુક છે. દરેક કુકને આકરી ટ્રેનિંગ લેવી પડે છે. ગામમાં પુરૂષોને સારા કુક બનવા માટે 10 વર્ષની તાલીમ લેવી જરૂરી છે. દરેક રેસિપી (South Indian Recipe) ની જાણકારી તેમને ચીફ શેફ આપે છે. આ બધા કુક લગ્ન અને પાર્ટીમાં ભોજન બનાવવાનો ઓર્ડર લે છે. અહીંના કુક એક વારમાં આશરે 1000 લોકોને એક સાથે ભોજન કરાવી શકે છે. 


પુરૂષોએ કુક બનવાનું સ્વીકાર્યુ
ગામમાં વૃદ્દ શેફ યાદ કરે છે કે જે પુરૂષ ભોજન બનાવવાના શોખીન છે, તે રસોઈયાના કામ માટે આગળ આવવા લાગ્યા. તેમણે કહ્યું કે, વર્ષો પહેલા ખેતીનું કામ મુશ્કેલ હતું. બીજી વાત છે કે કોઈ પાસે નોકરીનો અવસર નહતો તો ગામના પુરૂષોએ કુક બનવાનું પસંદ કર્યુ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube