જમ્મૂ: જમ્મૂ (Jammu) ના એરફોર્સ સ્ટેશન (Air Force Station) માં થયેલા ધમાકાને લઇને તપાસ એજન્સીઓએ પોતાની તપાસ તેજ કરી દીધી છે. સૂત્રો પાસેથે મળતી માહિતી અનુસાર એરફોર્સ સ્ટેશનને ડ્રોન્સ દ્વારા નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવું છે કે આ હુમલામાં આતંકવાદીએ બે ડ્રોન્સ (Drone Attack) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને એરબેસના થોડા કિલોમીટરના અંતરે જ લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું સીમા પારથી ડ્રોન્સને મોકલવામાં આવ્યા હતા. 

LIC Policy: Retirement બાદ પણ આવક ચાલુ રાખવી હોય તો દરરોજ કરો 80 રૂપિયાનું રોકાણ


હેલિકોપ્ટરોને નિશાન બનાવવાનો પ્રયત્ન
જાણકારોના અનુસાર આતંકવાદીઓ એર સ્ટેશનમાં હાજર એરફોર્સના હેલિકોપ્ટરને નિશાન બનાવવા માંગતા હતા પરંતુ તે નિશાન ચોકી ગયા. જો આતંકવાદીઓ એરફોર્સની સંપત્તિઓ પર હુમલો કરવામાં સફળ થઇ જતા તો તેનાથી ખૂબ મોટું નુકસાન થઇ શકતું હતું. 


બીજી તરફ જમ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદીઓના વધુ એક મોટા આંકવાદી હુમલાના કાવતરાને નિષ્ફળ કરતાં 5-6 કિલો આઇડી જપ્ત કર્યો હતો. જેનો ઉપયોગ આતંકવાદીઓ જમ્મૂના ભીડવાળા વિસ્તારમાં કરી સામાન્ય લોકોને જાનથી મારવાનું કાવતરું રચી રહ્યા હતા. પોલીસ આ મામલે લશ્કરના એક આતંકવાદીની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે. 

New Zealand ની વેબસાઇટે Virat Kohli સાથે કરી આ હરકત, જીતના જશ્નમાં તમામ હદો પાર


પઠાણકોટ બાદ બીજો મોટો હુમલો
જોવામાં આવે તો ગત કેટલાક મહિનાથી આતંકવાદી ગ્રુપ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના ઇશારે સીમા પર મોટી સંખ્યામાં ડ્રોન્સ મોકલી રહ્યા છે. જેના દ્વારા ભારતમાં હથિયારથી માંડીને ડ્રગ્સની સપ્લાઇ કરે છે. પઠાણકોટ બાદ આ બીજીવાર છે, જ્યારે આતંકવાદીઓએ ફોર્વર્ડ એરિયાના એરફોર્સ સ્ટેશનને ટાર્ગેટ બનાવ્યું હતું. 


તમને જણાવી દઇએ કે જમ્મૂમાં હાઇ સિક્યોરિટીવાળા એરપોર્ટ પર એરફોર્સના અધિકારી ક્ષેત્રવાળા ભાગમાં રવિવારે બે બ્લાસ્ટ (Jammu Air Force Station Blast) થયા. ભારતીય વાયુસેના (IAF), એનઆઇએ (NIA) અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ વિશે તપાસ કરી રહી છે.   


ટેક્નિકલ એરિયામાં બિલ્ડિંગની છત તૂટી
અધિકારીઓએ જણાવ્યું કે પહેલો બ્લાસ્ટ રાત્રે 1:40 મિનિટની આસપાસ થયો હતો, જેથી એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં એક બિલ્ડિંગની છત ઢળી પડી ગઇ હતી. આ જગ્યાની દેખરેખની જવાબદારી એરફોર્સ ઉપાડે છે અને બીજો વિસ્ફોટ પાંચ મિનિટ બાદ જમીન પર થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટમાં એરફોર્સના બે જવાન સામાન્ય ઘાયલ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube