બંગાળમાં 800 ડોક્ટરોનું રાજીનામું, દિલ્હીમાં હડતાળને સમર્થન, દર્દીઓ આવ્યા રસ્તા પર
પશ્ચિમ બંગળામાં ડોક્ટરોની હડતાળના સમર્થનમાં આજે પણ દેશભરની હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળ ચાલું છે. પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, મુંબઇ દરેક જગ્યાએ ડોક્ટરો પશ્ચિમ બંગાળ મામલે અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગળામાં ડોક્ટરોની હડતાળના સમર્થનમાં આજે પણ દેશભરની હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળ ચાલું છે. પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, મુંબઇ દરેક જગ્યાએ ડોક્ટરો પશ્ચિમ બંગાળ મામલે અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે, દિલ્હીમાં આજે પણ AIIMS સહિત 18થી વધારે મોટી હોસ્પિટલોના લગભગ 10 હજાર ડોક્ટરોએ હડતાળનું એલાન કર્યું છે. કોક્ટર્સ એસોસિએશને કહ્યું છે કે, અમે પશ્ચિમ બંગાળ સરકારની હડતાળ કરી રહેલા ડક્ટરોની માગો પુરી કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપી રહ્યાં છે. જો સરકાર નિષ્ફળ રહે છે તો અમે એમ્સમાં અનિશ્ચિતકાળ સુધી હડતાળ કરવા પર મજબૂર થવું પડશે.
Live અપડેટ્સ:-
15 જૂન 2019, 12:55 વાગ્યે:-
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને પશ્ચિમ બંગાળમાં આંદોલનકારી ડોક્ટરો પ્રતિ એકતા દર્શાવતા 17 જૂનના દેશવ્યાવી હડતાળનું આહવાન કર્યું છે.
15 જૂન 2019, 12:52 વાગ્યે:-
દિલ્હી સ્થિત રામ મનોહર લોહિયા હોસ્પિટલ, દિલ્હીની ચિકિત્સા અધ્યક્ષ વીકે તિવારીએ કહ્યું કે, રેસીડેન્ટ ડૉક્ટર્સ આજે હડતાળ પર છે. તેમણે ઓપીડી અને વોર્ડમાં કામ બંધ કરી દીધું છે. જોકે, ઈમરજન્સી સેવાઓ સામાન્ય રીતથી ચાલી રહી છે. અમે પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સામે હિંસાની ઘટનાની નિંદા કરીએ છે.
15 જૂન 2019, 11:46 વાગ્યે:-
IMAના પ્રતિનિધિમંડળે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે કરી મુલાકાત
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...