નવી દિલ્હી: પશ્વિમ બંગાળના જલપાઇગુડીમાં ધુમ્મસના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક મંગળવારે રાત્રે 9 વાગે ઘણી ગાડીઓ એકસાથે ટકરાઇ ગઇ. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલપાઇગુડીના એએસપી ડો. સુમંત રોયના અનુસાર મંગળવારે રાત્રે લગભગ 9:05 મિનિટે બોલ્ડરથી ભરેલી એક ટ્રલ માયાનાલીથી પસાર થઇ રહી હતી. ટ્રક મયનાગુડી તરફ જઇ રહી હતી. બીજી તરફ એક ટાટા મેજિક, મારૂતિ વાન રોંગ સાઇડમાં આવી રહી હતી. ધુમ્મસના કારણે પહેલાં ટ્રક અને ટાટા મેજિક વચ્ચે ટક્કર થઇ. પછી ટ્રક અને મારૂતિ વાન વચ્ચે ટક્કર થઇ હતી. 


મોત ક્યાં કોને આવી જાય તેની કોઈને ખબર નથી પડતી, શ્રમજીવી પરિવાર મહેનત મજૂરી કરી થાકી આવીને સૂતા હતા


પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો બોલ્ડરથી ભરેલો ટ્રક, એબીજા ટ્રકની ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઇડમાંથી આવી રહેલી ગાડીઓ સાથે તેની ટક્કર થઇ અને બોલ્ડર બીજી ગાડીઓ પર પડ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube