કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠક શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જુનિયર ડોક્ટરોએ સંયુકત રીતે જણાવ્યું કે, "અમને કામ કરતા ડર લાગે છે." જેની સામે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "અમે આ ઘટના સંદર્ભે પુરતા પગલાં લીધાં છે." મુખ્યમંત્રી દ્વારા ડોક્ટરોને પુરતી સુરક્ષાની ખાતરી અપાયા પછી ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરી રહ્યું છે. આ પ્રિતિનિધિમંડળે જણાવ્યું કે, એનઆરએસ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મારામારી કરનારા દર્દીના પરિજનોને એવી સજા આપવામાં આવે, જે અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બને. 


ઉલ્લેખનીય છે કે, એનઆરએસ એક અઠવાડિયા પહેલા એક દર્દીના કથિત મૃત્યુ પછી દર્દીના પરિજનોએ ડોક્ટરો પર આરોપ લગાવતા મારામારી કરી હતી. જેમાં કેટલાક જુનિયર ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ત્યાર પછી જુનિયર ડોક્ટરો પુરતી સુરક્ષાની માગ સાથે એક અઠવાડિયાથી હડતાળ પર ઉતરેલા છે. મારામારીની આ ઘટનામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....