કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભ્રષ્ટાચાર વિરુદ્ધ યોગી સરકાર આકરા પાણીએ, 600થી વધુ પર કાર્યવાહી, 200ને કર્યા રિટાયર


તે સમયે પણ એવી જાહેરાત કરાઈ હતી કે હવે દર મંગળવારે હાવડાના અલગ અલગ હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાશે. આ કડીમાં ગઈ કાલે મંગળવારે હાવડાના એક હનુમાન મંદિરમાં પાઠનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ રસ્તા પર બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતાં. આ દરમિયાન લગભગ એક કલાક ડબસન રોડ બંધ કરાયો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...