Election 2021: મતદાતામાં જોવા મળ્યો ઉત્સાહ, પશ્ચિમ બંગાળમાં 80.43% અને અસમમાં 73.03% મતદાન
ચૂંટણી પંચ પ્રમાણે બંગાળમાં સાંજે છ કલાક સુધી 80.43 ટકા મતદાન થયું જ્યારે અસમમાં 73.03 ટકા લોકોએ મતદાન કર્યું છે. પરંતુ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક હિંસાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે અસમમાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે.
નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી (Assembly elections 2021) ના બીજા તબક્કામાં બંગાળની 30 અને અસમની 39 સીટો માટે ગુરૂવારે મતદાતામાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચ પ્રમાણે બંગાળમાં સાંજે છ કલાક સુધી 80.43 ટકા મતદાન થયું જ્યારે અસમમાં 73.03 ટકા લોકોએ મતદાન કર્યું છે. પરંતુ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક હિંસાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે અસમમાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે.
બંગાળના મતદાતા જોશમાં
સાંજે છ કલાક સુધી ઈસ્ટ મિદનાપુરમાં 81.23 ટકા, પશ્ચિમી મિદનાપુરમાં 78.02 ટકા, બાંકુડામાં 83.92 ટકા અને નંદીગ્રામમાં 80.79 ટકા મતદાન થયું છે. નંદીગ્રામ સૌથી હોટ સીટ માનવામાં આવી રહી છે કારણ કે અહીંથી ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના શુભેંદુ અધિકારી ચૂંટણી મેદાનમાં છે. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદનાપુરની 9 સીટો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગનાની 4 અને પૂર્વ મેદનાપુરમાં મતદાન થયું છે.
બંગાળમાં શુભેંદુ અધિકારીના કાફલા પર હુમલો
બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાની કેટલીક ઘટનાઓ અને બૂથ જામ કરવાના આરોપોથી મતદાન પ્રક્રિયા પર પણ અસર પડી હતી. નંદીગ્રામના બોયલ વિસ્તારમાં ગ્રામિણોએ આરોપ લગાવ્યો કે ભાજપના સમર્થકોએ તેને મતદાન કેન્દ્ર જતા રોક્યા હતા. મમતા બોયલ પહોંચતા ભાજપના સમર્થકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. તો ભાજપના ઉમેદવાર અધિકારીના કાફલા પણ હુમલાના સમાચાર સામે આવ્યા હતા.
આ પણ વાંચો- PM Modi એ બંગાળમાં આટલી સીટ જીતવાનો કર્યો દાવો, મમતા બેનર્જીને આપ્યો જવાબ
અસમમાં શાંતિપૂર્ણ રહ્યું મતદાન
અસમ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 5 મંત્રીઓ (વિધાનસભા) ઉપાધ્યક્ષ અને કેટલાક મહત્વનાવિપક્ષી નેતાઓનું રાજકીય ભાગ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું છે. બીજા તબક્કામાં 26 મહિલાઓ સહિત 345 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા.
આ તબક્કામાં ભાજપના 34 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે તેની સહયોગી અસમ ગણ પરિષદ તથા યૂનાઇટેડ પીપુલ્સ પાર્ટી લિબરલના ક્રમશઃ 6 અને 3 સીટો પર ઉમેદવાર છે. તો મહાગઠબંધન સાથે જોડાયેલી કોંગ્રેસ 28 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે એઆઈયૂડીએફ સાત તથા બીપીએફ ચાર સીટો પર મેદાનમાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube