West Bengal Assembly Election 2021: ભાજપમાં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- કોઈ તમારો હક છીનવશે તો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી રહ્યા છે. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં આ રેલી યોજાઈ છે. પીએમ મોદીના ભાષણ પહેલા જ મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા અને તેમણે પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો.
નવી દિલ્હી: બંગાળના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ભાજપમાં જોડાઈ ગયા. મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ ભાજપમાં સામેલ થતાની સાથે જ પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો. થોડીવારમાં કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં પીએમ મોદી (PM Modi) મેગા રેલીને સંબોધન કરશે.
PM મોદી કોલકાતા પહોંચ્યા
રેલીને સંબોધન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી કોલકાતા પહોંચી ગયા છે.
'હું પાણીનો સાપ નથી, કોબરા છું'
ભાજપમાં સામેલ થયા બાદ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જે તમારો હક છીનવશે તેમના વિરુદ્ધ ઊભા થઈ જઈશું. આજનો દિવસ મારા માટે સપના જેવો છે. આટલા મોટા નેતાઓ સાથે મંચ શેર કરીશ. આવું મે ક્યારેય વિચાર્યું નહતું. મમતા બેનર્જીનું નામ લીધા વગર બહારી વિરુદ્ધ ભીતરીનો જવાબ આપતા મિથુને કહ્યું કે બંગાળમાં રહેતા દરેક બંગાળી છે. અમે ગરીબો માટે કામ કરવા માંગીએ છીએ. ગરીબો માટે કામ કરવું મારું સપનું છે. મિથુને કહ્યું કે હું જે બોલું છું તે કરું છું. હું પાણીનો સાપ નથી, કોબરા છું.
ભારે ભીડ ઉમટી
કોલકાતાના બ્રિગેડ મેદાન પર પીએમ મોદી (PM Modi) ની રેલી માટે ભારે ભીડ ઉમટી છે. અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા ગરમાવો વધી ગયો છે. મિથુન ચક્રવર્તી સાથે મંચ પર કૈલાશ વિજયવર્ગીય, શિવ પ્રકાશ, મુકુલ રોય સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ અગાઉ બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત થઈ હતી. વિજયવર્ગીયે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આ મુલાકાત બાદ જ મિથુનની રાજકીય ઈનિંગ અંગે ચર્ચાઓને બળ મળ્યું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube