કૂચબિહાર: પશ્વિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસાના સમાચાર આવી રહ્યા છે. કથિત રીતે સીએપીએફના જવાનોની ઓપન ફાયરિંગમાં કૂચબિહારમાં 4 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ ત્યારબાદ સીએપીફના જવાનોએ ઓપન ફાયરિંગ કર્યું. આ ઘટનામાં મૃત્યું પામેલા તમામ લોકો ટીએમસીના કાર્યકર્તા છે. 


પહેલીવાર મતદાન કરવા આવેલી યુવાનોની હત્યા
આ પહેલાં બંગાળના કૂચબિહાર જિલ્લામાં એક મતદાન કેંદ્રની બહાર અજાણ્યા લોકોએ શનિવારે પહેલીવાર મતદાન કરવા આવેલા એક યુવકની ગોળી મારી હત્યા કરી છે. પોલીસે આ જાણકારી આપી છે. 

West Bengal Assembly Elections 2021 Live: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ


તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ હત્યાની પાછળ ભાજપ છે જ્યારે ભાજપનો દાવો છે કે પીડિત યુવક મતદાન કેંદ્ર પર પોલિંગ એજન્ટ હતો અને તેના માટે રાજ્યમાં સત્તારૂઢ પાર્ટીને જવાબદાર ગણાવી. 


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આનંદ બર્મન નામના યુવકને સિતાલ્કુચીના પઠાનતુલી વિસ્તારમાં બૂથ નંબર 85 ની બહાર ઢસેડી લાવવામાં આવ્યો અને ગોળી મારી હત્યા કરવામાં આવી. ઘટનાના સમયે મતદાન ચાલી રહ્યું હતું. 

West Bengal Assembly Elections 2021: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ


તૃણમૂલ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ
તેમણે જણાવ્યું કે આ ઘટના બાદ તૃણમૂલ અને ભાજપ સમર્થકો વચ્ચે અથડામણ થઇ ગઇ અને મતદાન કેંદ્રની બહાર બોમ્બ ફેંકવાના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. કેંદ્રીય બળોને સ્થિતિને કાબૂ કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. 


એક ચૂંટણી અધિકારીએ કહ્યું કે 'અમને સૂચના મળી છે કે કૂચબિહાર જિલ્લામાં એક મતદાન કેંદ્રની બહાર એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી. અમે નિરિક્ષકને જલદી રિપોર્ટ આપવા માટે કહ્યું છે અને સ્થિતિ વિશે જાણકારી લીધી છે. 


સાંસદ દિલીપ ઘોષ પર હુમલો
વિસ્તારમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ને તૈનાત કરવામાં આવી છે. સિતાલ્કુચી વિસ્તારમાં જ થોડા દિવસો પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો હતો. 


તેમણે જણાવ્યું કે હત્યાની પાછળ ભાજપના ગુંડા છે. તે ઘણા દિવસોથી આ અશાંતિ પેદા કરી રહ્યા છે કારણ કે ચૂંટણી હારી રહ્યા છે અને હવે તે લોકોની હત્યા કરી રહ્યા છે. 

દેશમાં કોરોનાના 1.45 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંકડો 10 લાખને પાર


દિલીપ ઘોષે દાવો નકારી કાઢતાં સિતાલ્કુચીથી ભાજપના ઉમેદવાર બરેન ચંદ્ર બર્મનએ કહ્યું કે મૃતક વ્યક્તિ બૂથ પર પાર્ટીના પોલિંગ એજન્ટ હતા અને આ હત્યાની પાછળ તૃણમૂલ કાર્યકર્તાનો હાથ છે. 


બર્મને કહ્યું કે 'તે અમારા પોલિંગ એજન્ટ હતા અને બૂથ પર જઇ રહ્યા હતા જ્યારે તૃણમૂલના ગુંડાઓએ તેની ગોળી મારી હત્યા કરી દીધી. રબીંદ્રનાથ ઘોષનો દાવો ખોટો છે. અમે ઘટના વિશે એસપી અને ચૂંટણી પંચને માહિતગાર કર્યા છે અને દોષીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.


તેમણે એ પણ દાવો કર્યો કે હત્યાના સમયે બૂથની આસપાસ પોલીસ તથા કેંદ્રીય બળના જવાન હાજર ન હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube