કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) ના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર અશોક ડિંડા (Ashok dinda) પર હુમલો થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા પૂર્વી મિદનાપુરના મ્યોના સીટથી ભાજપના ઉમેદવાર છે. તેમને આ હુમલામાં પીઠ પર ઈજા થઈ છે. એવો આરોપ છે કે પચાસથી વધુ ટીએમસી સમર્થકોએ અશોક ડિંડાની ગાડીને મોયના બજારની નજીક ઘેરી લીધી હતી. આ દરમિયાન તેની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. હુમલામાં ગાડીને પણ નુકસાન પહોંચ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં બીજા તબક્કામાં 30 સીટો પર મતદાન
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 30 વિધાનસભા સીટો પર ગુરૂવારે મતદાન થવાનું છે. તેમાં 171 ઉમેદવારોનું ભાગ્ય દાવ પર છે, જેમાં 19 મહિલાઓ સામેલ છે. બંગાળમાં કુલ 8 તબક્કામાં ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી અને રાજ્યની સત્તામાં રહેલી ટીએમસીએ બીજા તબક્કાની તમામ 30 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ, લેફ્ટ અને તેના ઘટક દળ ઈન્ડિયન સેક્યુરલ ફ્રંટના 15 ઉમેદવારો બીજા તબક્કામાં મેદાનમાં છે. તો 32 અપક્ષની સાથે અન્ય 44 ઉમેદવાર પણ મેદાનમાં છે. 


Corona: સરકારે ચેતવ્યા, હાલના દિવસોમાં સ્થિતિ ખરાબ, સાવચેતી રાખવી જરૂરી  


બીજા તબક્કા માટે પ્રચાર-પડઘમ શાંત
બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 વિધાનસભા સીટો પર 1 એપ્રિલે મતદાન થશે. તેમાં 9 સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની છે, જ્યારે બાંકુરાની 8 સીટો, પશ્ચિમી મેદિનીપુરની 9 સીટો અને સાઉથ 24 પરગનાની 4 સીટો પર મતદાન થવાનું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube