નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) ના પાંચમાં તબક્કામાં આજે 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર પણ મતદાન થઇ રહ્યું છે. રાજ્યની બૈરકપુર લોકસભા બેઠકથી ઉમેદવાર અર્જૂન સિંહએ રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઇએ કે બેરકપુર લોકસભા બેઠકથી ટીએમસીના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદી મેદાનમાં છે. અહીંથી સીપીએમે ગાર્ગી ચેટર્જીને મેદાનમાં ઉતાર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જો હું પ્રધાનમંત્રી બની તો આ લોકસભા બેઠકથી લડીશ ચૂંટણી: માયાવતી


આજ સવારેથી ચાલી રહેલા મતદાન દરમિયાન ભાજપ ઉમેદવારે ટીએમસી કાર્યકર્તાઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો છે. અર્જૂન સિંહએ કહ્યું કે, બહારથી આવેલા ટીએમસીના ગુંડાઓએ મારી પર હુમલો કર્યો, તે લોકો મતદારોને ડરાવી રહ્યાં હતા. મને ઇજા પણ થઇ છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: જાણો કોણ-કોણ છે પાંચમા તબક્કાના દિગ્ગજ ઉમેદવારો


પશ્ચિમ બંગાળની જે સાત બેઠક પર આજે મતદાન થઇ રહ્યું છે, તેમાં બેરકપુર ઉપરાંત અલાવા, બંગાળ, હાવડા, ઉલબેરિયા, શ્રીરામપુર, હુગલી, આરામબાગ પણ સામેલ છે.


આજે પશ્ચિમ બંગાળમાં સાત બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને સીપીએમની વચ્ચે ટક્કર છે. 2014ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે દરેક બેઠક પર જીત હાંસલ કરી હતી.


વધુમાં વાંચો: કોર્ટે કહ્યું રમઝાનમાં સવારે 5 કલાકે વોટિંગ શરૂ કરવા પર વિચાર કરો, ઇસીએ માગ નકારી


મતદાનથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી પાંચમા તબક્કાના મતદાતાઓથી મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકતંત્રને મજબૂત બનાવો અને ભારતનું સારૂ ભવિષ્ય નક્કરી કરવા માટે મતદાન જ સૌથી મજબૂત રીત છે. હું આશા કરુ છું કે, યુવા મતદાતા પણ મોટી સંખ્યામાં મતદાન કરશે.


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...