નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુભેંદુ અધિકારીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે રાજ્ય સાથે જોડાયેલા રાજકીય મુદ્દા પર ચર્ચા કરી. આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસ પર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત પાર્ટીના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. 


અધિકારીએ મુલાકાત બાદ ટ્વીટ કરી કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી આશીર્વાદ લેવાની તક મળી. તેમણે મને પોતાનો કિંમતી સમય આપ્યો તે માટે હું તેમનો આભાર માનુ છું. બંગાળ અને ઘણા અન્ય વિભિન્ન રાજકીય મુદ્દા પર તેમની સાથે મારી 45 મિનિટ વિસ્તૃત વાતચીત થઈ. પશ્ચિમ બંગાળના વિકાસ માટે મેં તેમનું સમર્થન અને માર્ગદર્શન માંગ્યુ છે. 


આ પણ વાંચોઃ મળી ગયો કોરોનાનો 'રામબાણ' ઇલાજ! 12 કલાકમાં સાજો થયો દર્દી


બાદમાં પત્રકારો સાથે ચર્ચામાં તેમણે કહ્યુ કે, ભાજપના અધ્યક્ષથી લઈને પ્રધાનમંત્રી સુધી પોતાની મુલાકાત દરમિયાન રાજ્યની સ્થિતિ વિશે તેમને અવગત કરાવ્યા અને કહ્યું કે, રાજકીય હિંસા બંધ થવી જોઈએ. 


તેમણે કહ્યું- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ બંધારણની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. ચૂંટણી બાદની હિંસામાં અત્યાર સુધી 42 કાર્યકર્તાઓના મોત થયા છે. અમે ભાજપના કાર્યકર્તાઓની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. 


અધિકારીએ બાદમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે પણ મુલાકાત કરી. તોમર સાથે મુલાકાત બાદ અધિકારીએ ટ્વીટ કર્યુ- બંગાળમાં મનરેગામાં વ્યાપ્ત વ્યાપક ભ્રષ્ટાચાર પર કૃષિ મંત્રી સાથે ચર્ચા કરી. મારી ફરિયાદો પર તેમણે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. 


પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા બન્યા બાદ અધિકારીએ પ્રથમવાર પ્રધાનમંત્રી અને ભાજપના સર્વોચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં અધિકારીએ નંદીગ્રામ સીટથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. અધિકારી ચૂંટણી પહેલા ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube