West Bengal: દક્ષિણ 24 પરગનામાં BJP કાર્યકર્તાઓ પર બોમ્બથી હુમલો, 6 ઈજાગ્રસ્ત
આ ઘટના શુક્રવારે રાત્રે બની જ્યારે ભાજપના કાર્યકર્તાઓ એક લગ્ન સમારોહમાંથી પરત આવી રહ્યા હતા. તે સમયે કથિત રીતે TMC કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કરી દીધો.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) ને લઈને શરૂ થયેલ રાજકીય જંગે હવે ઘાતક રૂપ લઈ લીધું છે. લાકડી, પથ્થર બાદ હવે અહીં બોમ્બમારો શરૂ થઈ ગયો છે. શનિવારે પણ દક્ષિણ 24 પરગનામાં આવો બોમ્બમારો જોવા મલ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના છ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
લગ્નમાંથી પરત આવવા સમયે થઈ દુર્ઘટના
ઈજાગ્રસ્તોના પરિવારજનોએ જણાવ્યુ કે, આ ઘટના શુક્રવારે રાત્રે ગોસાબાના રામપુર ગામની છે જ્યારે તે એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનીક તૃણમૂલ કાર્યકર્તાઓએ બોમ્બ ફેંક્યા, જેમાં છ લોકોને ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને કેનિંગ સબ ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે ભાજપના એક કાર્યકર્તાના ઘરમાં દેશી બોમ્બ બનાવવામાં આવી રહ્યો હતો, જ્યારે દુર્ઘટનાવશ ધમાકો થયો હતો.
આ પણ વાંચોઃ આ રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ
અત્યાર સુધી કોઈની ધરપકડ નહીં
પોલીસ અધિકારીઓએ પુષ્ટિ વગરના સમાચારોના આધાર પર જણાવ્યું કે, શુક્રવારે રાત્રે તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એકબીજા પર બોમ્બ ફેંકવામાં આવ્યા. અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ અને સ્થાનીકો સાથે વાત કરવામાં આવી રહી છે. આ સંબંધમાં હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તો સ્થિતિને જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે. સાથે ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube