મોંઘા LPG સિલિન્ડર વિરુદ્ધ મમતા બેનર્જીની પદયાત્રા, કહ્યું- અસલ પરિવર્તન હવે દિલ્હીમાં થશે
મમતા બેનર્જીએ સિલીગુડીમાં મોંઘા થતા એલપીજી સિલિન્ડર વિરુદ્ધ પદયાત્રા કાઢી અને આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી પર હુમલો કર્યો હતો.
સિલીગુડીઃ પશ્ચિમ બંગાળમાં આજે રાજકીય માહોલ ગરમ છે. એક તરફ કોલકત્તામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra modi) એ બ્રિગેડ મેદાન પર મોટી રેલી કરી સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધ્યુ હતું. તો બીજીતરફ મમતા બેનર્જીએ સિલીગુડીમાં મોંઘા થશે LPG સિલિન્ડર વિરુદ્ધ પદયાત્રા કાઢી અને આ દરમિયાન પીએમ મોદી પર હુમલો કર્યો હતો. મમતાએ કહ્યુ કે, પીએમ મોદી મોટી વાત કરે છે. કહે છે કે બંગાળમાં પરિવર્તન થશે. બંગાળમાં ટીએમસી આવશે, અસલ પરિવર્તન હવે દિલ્હીમાં થશે.
મમતા બેનર્જી (Mamata Banerjee) એ કેન્દ્ર પર બધુ વેચવાનો આરોપ લગાવતા કહ્યું, 'દિલ્હીને વેચી દીધુ, ડિફેન્સ, એર ઈન્ડિયા, બીએસએનએલ જેવી તમામ સંસ્થાઓને વેચી દીધી, કાલે તાજમહેલ પણ વેચી દેશે. કહે છે કે સોનાર બાંગ્લા બનાવશું. પટેલ જીના નામવાળા સ્ટેડિયમનું નામ બદલીને પોતાના નામે કરી દીધું. જ્યારે કોરોના કાળ હતો તો હું ફરી રહી હતી, મોદીજી જણાવે તે ક્યાં હતા.'
મમતા બેનર્જીએ કહ્યું, 'ઉજ્જવલાની રોશની ક્યાં ગઈ? દેશમાં માત્ર એક સિન્ડિકેટ છે અને તે છે મોદી અને અમિત શાહ. આ સિન્ડિકેટ ભાજપનું પણ સાંભળતુ નથી. ઉજ્જવલાને લઈને કેગનો રિપોર્ટ કહે છે કે ગોટાળો થયો. મોદીએ લોકોના પૈસા ખાધા છે.' મોદી ટેલીપ્રોમ્ટર લગાવીને તેમાં જોઈ રવિન્દ્રનાત ટાગોર વિશે ભાષણ આપે છે. આ વખતે 'ખેલા હોબે.'
PM નો વિરોધીઓ પર કટાક્ષ, કહ્યું- 'આજકાલ તો અમારા વિરોધીઓ પણ કહે છે કે હું મિત્રો માટે કામ કરું છું'
પદયાત્રામાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં પણ થયા સામેલ
મમતા બેનર્જીની પદયાત્રા બપોરે આશરે 2 કલાકે શરૂ થઈ. પદયાત્રામાં ઘણા લોકોએ એલપીજી સિલિન્ડરોના લાલ રંગના કાર્ડબોર્ડની પ્રતિકૃતિઓ લીધી હતી, જેનું નેતૃત્વ મમતા બેનર્જી કરી રહ્યાં હતા. આ પદયાત્રામાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, અને પાર્ટીના સાંસદ મિમી ચક્રવર્તી તથા નુસરત જહાં પણ સામેલ હતા.
મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, એલપીજી સિલિન્ડર જલદી સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ જશે. બેનર્જીએ શનિવારે કહ્યુ હતુ કે મોટા પાયે પ્રદર્શન થવું જોઈએ જેથી આપણો અવાજ સાંભળવામાં આવે. ભટ્ટાચાર્યએ કહ્યુ કે, રેલીનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા કરવામાં આવ્યું છે અને રવિવારે મોટી સંખ્યામાં મહિલાઓએ રેલીને પોતાનું સમર્થન આપ્યું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube