PM મોદીની DM સાથેની બેઠક પર મમતા બેનર્જીએ સાધ્યું નિશાન, કહ્યું- `CM ને બોલવા ન દીધા`
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Nanrendra Modi) એ આજે કોવિડ-19 મેનેજમેન્ટ અંગે 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ (DM) સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ હતા.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Nanrendra Modi) એ આજે કોવિડ-19 મેનેજમેન્ટ અંગે 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ (DM) સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ હતા. પરંતુ તેમને બોલવાની તક ન મળવાના કારણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડક્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમારું અપમાન કરવામાં આવ્યું.
કઠપૂતળીની જેમ બેસી રહ્યા મુખ્યમંત્રી- મમતા બેનર્જી
પીએમ સાથેની બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે "બેઠક બાદ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે કારણ કે પ્રધાનમંત્રીએ મીટિંગ માટે મુખ્યમંત્રીઓને બોલાવ્યા, પણ આ દરમિયાન તેઓ કઠપૂતળીને જેમ બેસી રહ્યા અને કોઈને પણ બોલવાની તક મળી નહીં." તેમણે કહ્યું કે "ફેડરલ સ્ટ્રક્ચર માટે આ દુ:ખદ છે કે મુખ્યમંત્રીને અધિકૃત રીતે આમંત્રિત કરવા છતાં બોલવા ન દેવાયા."
PM મોદીએ 10 રાજ્યોના 54 જિલ્લાધિકારીઓ સાથે કરી વાત, કોરોનાને કાબૂમાં લેવા માટે જાણો શું કહ્યું?
પોતાને ગમતા જિલ્લાધિકારીઓ સાથે પીએમ મોદીએ કરી વાત-મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રી એટલા ડરેલા છે કે તેઓ સીએમની વાત જ સાંભળવા નથી માંગતા. તો પછી મુખ્યમંત્રીઓને કેમ બોલાવ્યા હતાં? આ એક કેઝ્યૂઅલ મીટિંગ હતી. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક ભાજપ શાસિત રાજ્યોના ડીએમને બોલવા દેવાયા હતા. જે તેમની પસંદના હતા. મેડિસિન કે રસી અંગે વાત ન થઈ. મે વિચાર્યું હતું કે હું તેમને અમને કોરોના રસી આપવાનો આગ્રહ કરીશ.
White Fungus: કોરોના, બ્લેક ફંગસ બાદ હવે પાછી નવી બીમારી! જાણો કેવી રીતે શરીર પર કરે છે એટેક
પીએમ કેઝ્યૂઅલ એપ્રોચ અપનાવી રહ્યા છે-મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના કેસ વધ્યા તો કેન્દ્રીય ટીમ મોકલી દેવાઈ, પરંતુ ઉત્તર પ્રદેશમાં ગંગામાંથી શબ મળ્યા તો ત્યાં કેમ ટીમ ન મોકલી. દેશ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ પીએમ મોદી કેઝ્યૂઅલ એપ્રોચ અપનાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube