કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે અને પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો નોંધાવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે નંદીગ્રામમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયા અને તેમના પગમાં ઈજા થઈ છે. પરંતુ મમતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે તેમના પર હુમલો થયો છે. તો ભાજપે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. જ્યારે ચૂંટણી પંચે આ ઘટના પર રિપોર્ટ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાના પગમાં ઈજા ગંભીર ગણાવવામાં આવી છે. તેમના તમામ કાર્યક્રમ હાલ રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમને કોલકત્તા લાવવામાં આવ્યા છે. તેમને રોડ પર ગ્રીન કોરિડોર બનાવીને રાત્રે 9 કલાક આસપાસ કોલકત્તા લાવવામાં આવ્યા છે. કોલકત્તાની બે હોસ્પિટલ બેલે વ્યૂ હોસ્પિટલ અને એસએસકેએમ હોસ્પિટલને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના છ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે. 


ઓર્ડર લેવાની ના પાડી તો Zomato ડિલિવરી બોયને આવ્યો ગુસ્સો, યુવતીને મોઢા પર માર્યો ઢીકો, જુઓ Video


ટીએમસી પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું કે, આ મામલા વિરુદ્ધ તે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. મમતા ઈજાગ્રસ્ત થતા તેમના ચૂંટણી અભિયાન પર અસર પડી છે અને ઘણા કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કારનો દરવાજો ખોલતા કેટલાક લોકોએ મમતા સાથે ગેરવર્તન કર્યું હતું. 


મમતા ઈજાગ્રસ્ત થતાં ભાજપે પોલીસ અને તંત્ર પર હુમલો કર્યો છે. ભાજપે કહ્યું કે, પોલીસ-પ્રશાસન શું કરી રહ્યું છે. સીએમની સુરક્ષામાં તૈનાત લોકો શું કરી રહ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube