નવી દિલ્હી : ચિટફંડ ગોટાળા મુદ્દે કોલકાતા પોલીસ પ્રમુખની પુછપરછ કરવાની સીબીઆઇ વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે, હું પોતાનો જીવ આપવા તૈયાર છું. જો કે સમજુતી નહી કરુ. મમતા કાલથી જ કેન્દ્ર સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠેલા છે. આજે આ મુદ્દે સંસદના બંન્ને સદનમાં ભારે હોબાળો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 વર્ષ બાદ મહિલા કેસ જીતી, બ્રોકર પાસેથી 6 કરોડ રૂપિયા વ્યાજ સાથે મળશે

મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યારે લોકો રસ્તા પર ટીએમસીનાં નેતાઓ અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યા હતા ત્યારે હું રસ્તા પર નહોતી આવી, પરંતુ આ વખતે કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવ કુમારનું અપમાન થયું છે અને અમને ગુસ્સો આવ્યો છે. હવે અમે તેના વિરોધમાં ધરણા પર બેઠા છીએ. અમે પોલીસ પ્રમુખ રાજીવ કુમારનું અપમાન નહી સહીએ કારણ કે તેઓ રાજ્યનાં મુખ્ય અધિકારી છે. જ્યા સુધી અમે જીવીત છીએ ત્યા સુધી કોઇ જ સમજુતી નહી કરીએ. 


કાળાનાણાની માહિતી જનતાને નહી આપે મોદી સરકાર, નાણા મંત્રાલયે RTI ફગાવી

ચીટફંડ ગોટાળા મુદ્દે કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવની પુછપરછ માટે સીબીઆઇની ટીમ પહોંચ્યા બાદથી રાજનીતિક વાતાવરણ ગરમાઇ ચુક્યું છે. સીબીઆઇની એક ટીમ રવિવારે મધ્ય કોલકાતામાં કુમારનાં લાઉડન સ્ટ્રીટ ખાતેનાં આવાસ પર પહોંચી હતી. જો કે ત્યાં ફરજંદ સંત્રીઓ અને કર્મચારીઓએ તેમને અંદર જતા અટકાવ્યા હતા અને જીપમાં ભરીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. બેનર્જીએ ઘટના સ્થલ પર હાજર પત્રકારોને કહ્યું હતું કે, આ એક સત્યાગ્રહ છે અને જ્યા સુધી દેશ સુરક્ષીત નહી થઇ જાય ત્યા સુધી ચાલુ રાખવામાં આવશે. 


મમતા બેનર્જી પર CM નીતીશનું મોટુ નિવેદન: આચાર સંહિતા પહેલા કંઇ પણ થઇ શકે છે

ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે મમતા, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય- બાબુલ સુપ્રીયો
બીજી તરફ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીઓએ સોમવારે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરતા રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના કરી અને તેમના પર ભ્રષ્ટાચારીઓની સાથે મળવાનો આરોપ લગાવ્યો. પશ્ચિમ બંગાળના આસનસોલના સાંસદ બાબુલ સુપ્રીયોએ આરોપ લગાવ્યે કે બેનર્જી નાટક કરી રહ્યા છે અને પોતાનાં ભ્રષ્ટ નેતાઓને બચાવવા માટે સંવૈધાનિક સંકટ પેદા કરી રહ્યા છે.