CM મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત, પેગાસસ પર સર્વદળીય સંમેલન બોલાવવાની કરી માંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, જે એક ઔપચારિક મુલાકાત હતી. અમને વધુ વેક્સિન મળે તે માટે પીએમ સાથે વાત કરી છે.
નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ મમતાએ કહ્યુ કે હું ઈચ્છુ છું કે પ્રધાનમંત્રીએ પેગાસસ મુદ્દા સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. આ મામલાની તપાસ થવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થાય. તો મમતા બેનર્જી બુધવારે 10 જનપથ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, જે એક ઔપચારિક મુલાકાત હતી. અમને વધુ વેક્સિન મળે તે માટે પીએમ સાથે વાત કરી છે. અમારા રાજ્યને વસ્તી પ્રમાણે બીજા રાજ્યોથી ઓછી રસી મળી છે. મમતાએ કહ્યું કે, પ્રધાનમંત્રીને વસ્તી અનુસાર રાજ્યને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. તો પ્રધાનમંત્રી કાર્યાલયે મુલાકાતની જાણકારી ટ્વીટ કરી આપી છે. મુલાકાતની એક તસવીર સેર કરતા પીએમઓએ કહ્યુ- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube