કોલકાતા : એક અભુતપુર્વ ઘટનાક્રમમાં ચીટફંડ ગોટાળા મુદ્દે તપાસ કરવા માટે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ માટે પહોંચેલી સીબીઆઇની ટીમના અધિકારીઓને પોલીસે રવિવારે પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશ લઇ ગયા હતા. જ્યાં તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મમતા બેનર્જી પોતે કોલકાતા પોલીસ કમિશ્નરને મળવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવાની સાથે ધરણા પર બેસી ગયા હતા. તો બીજી તરફ કેન્દ્ર સરકારે સીઆરપીએફને સીબીઆઇ ઓફીસ પર ફરજંદ કરી દેતા મામલો ગરમાયો હતો. જો કે મામલો વધારે ગરમાય તે પહેલા પોલીસ દ્વારા સીબીઆઇનાં અધિકારીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. 


આ સાથે જ સીબીઆઇની સ્થાનીક ઓફીસો પર સીઆપીએફને ફરજંદ કરી દેવાતા હવે પોલીસ અને સીઆરપીએફ સામ સામે આવી ગયા છે. કારણ કે આ ઓફીસ પહેલાથી જ પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
મમતા બેનર્જી અને મોદી સરકાર વચ્ચે વધતા તણાવ વચ્ચે કોલકાતાનાં લાઉડન સ્ટ્રીટમાં રાજ્ય પોલીસ અને સીબીઆઇ વચ્ચે ટક્કર વધતી જોવા મળી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ તમામ ગરમા ગરમી વચ્ચે રાજકીય ગરમીનો પારો પણ સતત ચડી રહ્યો છે. કેજરીવાલે કેન્દ્રનાં પગલાને વખોડતા મમતા બેનર્જીને સમર્થન આપ્યું હતું. સાથે તેઓ કાલે કોલકાતાની મુલાકાત પણ લેસે. આ ઉપરાંત અખિલેશ યાદવે પણ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢવા સાથે સમગ્ર વિપક્ષી નેતાઓને કાલે કોલકાતામાં એકત્ર થવા માટેનું આહ્વાન કર્યું હતું. જેના પગલે હવે આવતી કાલે મોટા ભાગનાં વિપક્ષી નેતાઓ મમતા દીદીના સમર્થનમાં કોલકાતા એકત્ર થાય તેવી શક્યતા છે.