Condom Addiction: યુવાઓ નશા માટે કરી રહ્યા છે કોન્ડોમનો ઉપયોગ!, વિગતો જાણીને મગજ ચક્કર ખાઈ જશે
Condom Being Used to Get High: કોન્ડોમનો આ ઉપયોગ તમે સપનામાં પણ નહીં વિચાર્યો હોય. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર સહિત કેટલાક વિસ્તારોમાં અચાનક યુવાઓમાં કોન્ડોમનો ઉપયોગ વધી જતા દુકાનદારો અને તંત્ર પણ ચિંતામાં મૂકાયું. જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી છે.
Condom Being Used to Get High: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં યુવાઓમાં નશા માટે એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવાઓ નશા માટે કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે અને આ નશાના તેઓ બંધાણી થઈ રહ્યા છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે દુકાનોમાં કોન્ડોમની અછત સર્જાઈ છે. નશા માટે યુવાઓ વચ્ચે ફ્લેવર્ડ કોન્ડોમના ઉપયોગને પગલે તંત્રની ચિંતા વધી ગઈ છે. દુર્ગાપુર સિટી સેન્ટર, બિધાન નગર, બેનાચિતી અને મુચીપારા સહિત અનેક વિસ્તારોમાં ફ્લેવર્ડ કોન્ડોમ મળતા જ નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ તાજેતરમાં દુકાનો વિચારમાં પડી ગયા હતા કે કોન્ડોમની આટલી ડિમાન્ડ કેમ વધી ગઈ છે? એક દુકાનદારે જણાવ્યું કે એક યુવક તેમના ત્યાં કોન્ડોમ લેવા આવ્યો અને તેમણે તેને જ પૂછી લીધુ કારણ કે આટલી મોટા પ્રમાણમાં કોન્ડોમની ખરીદી થઈ રહી હતી તે સમજ બહાર હતું. યુવકે દુકાનદારને જણાવ્યું કે તે આ કોન્ડોમનો ઉપયોગ સ્ટીમ લેવા માટે કરે છે. તેણે એ પણ જણાવ્યું કે તેને ઓળખતા અનેક યુવકો આ પ્રકારે નશા માટે કોન્ડોમનો ઉપયોગ કરે છે.
Sarkari Yojana: શું તમારે આવે છે મસમોટું લાઈટ બિલ? 24 કલાક ફ્રી વીજળી માટે સરકારની આ યોજનાનો લાભ લો
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિને આ મામલે એક રિસર્ચ પણ છાપ્યો છે. જર્નલમાં છપાયેલા રિસર્ચ મુજબ કોન્ડોમમાં એરોમેટિક કમ્પાઉન્ડ હોય છે. આ એરોમેટિક કમ્પાઉન્ડ ઓગળ્યા બાદ આલ્કોહોલ બને છે. જેનાથી કોઈ પણ બંધાણી બની શકે છે. આ જર્નલમાં છપાયેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે કોન્ડોમને જો મોડે સુધી ઉકળતા પાણીમાં રાખવામાં આવલે તો તેમાં રહેલા એરોમેટિક કમ્પાઉન્ડ તૂટીને પાણીમાં ભળી જાય છે અને આ પાણી એક પ્રકારનો નશો બની જાય છે. કહેવાય છે કે યુવાઓ આ પાણીની સ્ટીમ લઈ રહ્યા છે. જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવાયું છે કે કેટલાક યુવકો આ પાણી ગટકાવી પણ જાય છે.
ED ની કાર્યવાહીનો સામનો કરી રહેલા નેતાઓને મોટો ઝટકો, SC એ કહ્યું- ED ને ધરપકડનો હક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube