કોલકત્તાઃ કોરોનાના વધતા કેસને જોતા ભાજપે પશ્ચિમ બંગાળમાં મોટી રેલી અને સભાઓ ન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે, ભાજપ નાની-નાની સભાઓ કરશે. પ્રધાનમંત્રી મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓની સભામાં 500થી વધુ લોકો હશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ સભાનું આયોજન ખુલ્લા સ્થળો પર થશે. પાર્ટીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં છ કરોડ માસ્ક અને સેનેટાઇઝર વેચવાનું લક્ષ્ય રાખ્યુ છે. 


આ પહેલા કોંગ્રેસ, લેફ્ટ અને ટીએમસીએ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે, ટીએમસી કોલકત્તામાં નાની-નાની જનસભાઓનું આયોજન કરશે અને અંતિમ ત્રણ તબક્કામાં જ્યાં રેલી કરશે ત્યાં ભાષણ ટૂંકુ આપશે. 


મમતા બેનર્જી સતત ત્રણ તબક્કાની ચૂંટણી એક સાથે કરાવવાની માંગ કરી રહ્યાં છે. તેમણે આજે કહ્યું, હું ચૂંટણી પંચને હાથ જોડીને અપીલ કરુ છું કે કોરોનાના કેસ વધતા અંતિમ ત્રણ તબક્કાની ચૂંટણી એક કે બે દિવસમાં આયોજીત કરી દેવામાં આવે. 


COVID-19 vaccine: 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને ફ્રી મળશે વેક્સિન કે આપવા પડશે પૈસા? જાણો દરેક સવાલના જવાબ


મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 30 સીટો પર 27 માર્ચે, બીજા તબક્કામાં 30 સીટો પર 1 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 31 સીટો પર છ એપ્રિલ, ચોથા તબક્કામાં 44 સીટો પર 10 એપ્રિલ અને પાંચમાં તબક્કામાં 45 સીટો પર 17 એપ્રિલે મતદાન થયું હતું. 


ચૂંટણી પંચ પ્રમાણે છઠ્ઠા તબક્કામાં 42 સીટો પર 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં 36 સીટો પર 26 એપ્રિલે અને આઠમાં તથા છેલ્લા તબક્કામાં 25 સીટો પર 29 એપ્રિલે મતદાન થવાનું બાકી છે. રાજ્યમાં મતગણતરી 2 મેએ થશે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube