કોલકત્તાઃ ભાજપની અટલ બિહારી પાજપેયી સરકારમાં નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચુકેલા યશવંત સિન્હા (Yashwant sinha) તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સામેલ થઈ ગયા છે. આજે કોલકત્તામાં ટીએમસીનું સભ્ય પદ લીધા બાત તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી દેશને એક મહત્વનો સંદેશ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો અશ્વમેઘ યજ્ઞ બંગાળમાં અધુરો રહેશે
તેમણે કહ્યું કે, થોડા સમયથી હું જેમ કહેતો આવ્યો છું કે આ ચૂંટણીના પરિણામોની રાષ્ટ્રીય અસર થશે. આ ચૂંટણી દેશને એક સંદેશ આપશે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ અશ્વમેઘ યજ્ઞ છે, જેમાં કોઈ વિરોધ સહન કરવા ઈચ્છતું નથી. તેને બંગાળમાં રોકવો પડશે. તેમણે કહ્યું કે, આમ તો એક બહારની વ્યક્તિની જેમ ટીએમસીમાં આવત અને અહીં ચૂંટણી પ્રચાર બાદ ચાલ્યો જાત, પરંતુ આ વખતે નક્કી કર્યું કે પાર્ટીમાં સામેલ થઈશ અને અંદર મદદ કરીશ. આ યોગ્ય હશે. 


Delhi-Dehradun શતાબ્દી ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ, જોવા મળ્યા ધૂમાડાના ગોટેગોટા


મમતા પર હુમલો ષડયંત્ર હતું
તો મમતા બેનર્જી સાથે થયેલી દુર્ઘટના પર તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ એક ષડયંત્ર હતું. તોફાની તત્વોએ તેમને ઈજાગ્રસ્ત કરવા માટે ગાડીના દરવાજાનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ટીએમસીને પ્રચંડ બહુમત મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube