કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) નો માહોલ જામી ગયો છે. બંગાળની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ નંદીગ્રામથી મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપ પર હુમલો કર્યો. મમતા બેનર્જીએ કહ્યુ કે, નંદીગ્રામે મને સ્વીકારી, તેથી હું અહીં આવી છું. લોકો ભાગલા પડાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હું ગામની પુત્રી છું. નંદીગ્રામના આંદોલનને દેશમાં લઈ જવામાં સફળ રહી હતી. તો બુધવારે મમતા બેનર્જી અહીંથી ઉમેદવારી નોંધાવશે. તે પહેલા જનસભા કરીને મમતા બેનર્જીએ પોતાના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે, હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો. હું સવારે ચંડી પાઠ કરી ઘરેથી નિકળુ છું. હું ચંડી પાઠ સંભળાવી રહી છું, જે હિન્દુ-મુસલમાન કરી રહ્યાં છે તે સાંભળી લે. ત્યારબાદ મમતા બેનર્જીએ ત્રણ મિનિટ સુધી ચંડી પાઠ કર્યા. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ નારેબાજી કરી હતી. 


મમતાની અપીલ, ભાજપને બનાવો એપ્રિલ ફૂલ
મમતા બેનર્જીએ કહ્યું કે, આવનારા દિવસોમાં નંદીગ્રામનું મોડલ તૈયાર કરીશ. મમતાએ લોકોને અપીલ કરી કે તે એક એપ્રિલે તેને (ભાજપ) એપ્રિલ ફૂલ બનાવી દેજો. પછી મમતાએ કહ્યું કે, એક એપ્રિલે ખેલ થશે. ચૂંટણી બાદ જોઈશ કે જીભમાં કેટલું જોર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube