કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) માં અત્યારે બે તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે પરંતુ કોરોના (Coronavirus) નો કહેર રાજ્યમાં વધતો જાય છે. સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) ના આસનસોલ (Asanol) થી સાંસદ અને વિધાનસભાની ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા બાબુલ સુપ્રિયો કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ જાણકારી ટ્વીટ્ કરીને આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબુલ સુપ્રિયો (Babul Supriyo) એ ટ્વીટ કરીને કહ્યું 'અમે બંને - હું અને મારી પત્ની બીજીવાર કોરોના સંક્રમિત થયા છીએ. ખૂબ દુ:ખી છું. હું આસનસોલમાં વોટ કરી શકીશ નહી. મને 26 ના રોજ થનાર ચૂંટણી માટે ત્યાં હોવું જોઇતું હતું, જ્યાં ટીએમસીના ગુંડા પહેલાં જ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને બાધિત કરીને ટેરર મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે.'


બાબુલ સુપ્રીયો (Babul Supriyo) એ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે 'જોકે ટીએમસી મશીનરી જેને હું 2014 થી હેંડલ કરી રહ્યો છું, તેને ખુશી મનાવવાની તક નહી મળે. હું મારા રૂમમાંથી કામ કરીશ અને અમારા ઉમેદવારો સાથે મેંટલી તમામ 9 સીટો પર હાજર રહીશ.'

હમારા સ્વાગત નહી કરોગેં...લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ


ટીએમસી ઉમેદવારનું કોરાનાથી મોત
પશ્વિમ બંગાળમાં ખડહદ (Khardaha) વિધાનસભા સીટ પરથી ટીએમસી (TMC) ની ટિકીટ પર ચૂંટણી લડી રહેલા કાજલ સિન્હા (kajal sinha) નું કોરોનાના લીધે મોત થયું છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું કે 'ખુબ દુખી છું. હૈરાન છું. ખડહદ (Khardaha) થી અમારી ઉમેદાર કાજલ સિન્હા (kajal sinha) નું કોરોનાના લીધે મોત થયું છે. તેમણે પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું અને એક અથક અભિયાન ચલાવ્યું. તે ટીએમસીના લાંબા સમયથી સેવા-આધારિત સભ્ય હતા. અમે તેમને મિસ કરીશું. તેમના પરિવાર અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.'


ખડહદ (Khardaha) માં 22 એપ્રિલના રોજ મતદાન થયું હતું. તે પહેલાં, આ મહિને રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી (આરએસપી)ના જાંગીપુર સીટ પરથી ઉમેદવાર પ્રદીપ કુમાર નંદી અને સમસેરગંજ સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર રેજા ઉલ હકનું કોરાના લીધે મોત થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube