કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ની જાહેરાત થવાની સાથે ચૂંટણી પંચ (Elecion Commission) કાયદો વ્યવસ્થાની પ્રક્રિયાને મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. આ કડીમાં સૌથી પહેલા ચૂંટણી પંચે રાજ્યના એજીડી લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને જગમોહનને એજીડી લો એન્ડ ઓર્ડર બનાવી દીધા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલ ભવનથી જાહેર થયો આદેશ
પશ્ચિમ બંગાળના એડીજી (લો એન્ડ ઓર્ડર) જાવેદ શમીમને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને ડીજી (ફાયર સર્વિસ) જગમોહનને નવા એડીજી (કાયદો-વ્યવસ્થા) બનાવવામાં આવ્યા છે. એજીડી  (કાયદો-વ્યવસ્થા) ચૂંટણી પંચની સાથે નોડલ એજન્સીના રૂપમાં કામ કરે છે. જાવેદ શમીમને ડીજી ફાયર સેવા બનાવવામાં આવ્યા છે. જગમોહન 1991 બેચના આઈપીએસ અધિકારી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube