નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં સતત ત્રીજીવાર મમતા બેનર્જી સરકાર બનાવતી જોવા મળે છે. ટ્રેંડથી સ્પષ્ટ છે કે સત્તાધારી TMC ને 200થી વધુ સીટો મળે છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષી દળ ભાજપ 100 સીટોની અંદર સમેટાતી જોવા મળી રહી છે. ટ્રેંડમાં મમતા બેનર્જીની જીત સાથે જ દેશભરમાં વિપક્ષી નેતા તેમને શુભેચ્છા પાઠવી રહી છે. બંગાળમાં મમતા બેનર્જીની જીત વિપક્ષ માટે કોઇ ઓક્સિજનથી કમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાને જીતની શુભેચ્છા પાઠવતાં દિલ્હીના સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં લખ્યું કે 'ઐતિહાસિક જીત માટે મમતા બેનર્જીને શુભેચ્છા, શું શાનદાર લડાઇ લડી, બંગાળના લોકોને પણ શુભેચ્છા.


મોરવા હડફમાં ભાજપે લહેરાવ્યો ભગવો, નિમિષાબેન સુથારની 45432 મતોથી જીત


તો બીજી તરફ એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ મમતા બેનર્જીને ટ્રેંડમાં મળી રહેલી જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'મમતા બેનર્જીને આ મોટી જીત માટે શુભેચ્છા, હવે જનતાની ભલાઇ અને મહામારી સામે લડવાની દિશામાં મળીને કામ કરે છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube