નવી દિલ્હીઃ શારદા ચિટફંડ ગોટાળામાં સીબીઆઈની પુછપરછના પ્રયાસ બાદ ઊભા થયેલા વિવાદ પછી સોમવારે કોલકાતા પોલિસ કમિસનર રાજીવ કુમારે પણ કોલકાતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે અરજી દાખલ કરીને હાઈકોર્ટને 2017-18 વચ્ચે સીબીઆઈ તરફથી આપવામાં આવેલા સમન્સને રદ કરવાની માગણી કરી છે. કોલકાતા હાઈકોર્ટમાં આ બાબતે 5 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈએ રવિવારે અધિકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી માથાકૂટના સીસીટીવી ફૂટેજ કોલકાતા પોલીસ પાસે માગ્યા છે. આ દરમિયાન મમતા બેનરજીએ જણાવ્યું છે કે, તેઓ 8 ફેબ્રુઆરી સુધી પોતાના ધરણા ચાલુ રાખશે. 


સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર પંકજ શ્રીવાસ્તવે આ અંગે પોતાનો રિપોર્ટ દિલ્હી ખાતેના સીબીઆઈ વડા મથક ખાતે મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીના બંધારણ બચાવો ધરણા રવિવાર રાત્રે 9 કલાકથી કોલકતામાં ચાલુ છે.  તેમને અન્ય વિરોધ પક્ષોનું પુરતું સમર્થન મળી રહ્યું છે. 


રાજ્યસભા-લોકસભામાં પડ્યા CBIvsMamataના પડઘા, સદનમાં વિપક્ષનો જોરદાર હંગામો


આ વિવાદ સોમવારે પણ સસંદમાં ગુંજ્યો છે. આ અંગે વિરોધ પક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી 5 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવાઈ છે. લોકસબામાં પણ આ મુદ્દે જોરદાર હોબાળો થયો હતો. શૂન્યકાળમાં ટીએમસીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, અગાઉ આવી કોઈ ઘટના ઘટી નથી. સીબીઆઈ અધિકારીઓને રોકવામાં આવ્યા છે. પ્રજાની કમાણીને શારદા જૂથે હડપી લીધી છે. સીબીઆઈના અધિકારીઓને બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. આ અંગે રાજ્યપાલ પાસેથી રિપોર્ટ મગાવાયો છે. પશ્ચિમ બંગાળ સરકાર તપાસમાં મદદ કરે. 


આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને 


પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ અંગે પોતાનો અહેવાલ ગૃહમંત્રાલયને મોકલી આપ્યો છે. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યા છે. રાજ્યપાલે તેમને રાજ્યની બગડેલી સ્થિતિને ઝડપથી યોગ્ય કરવા માટે આદેશ આપ્યો છે. રાજનાથે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા શારદા ચીટફંડ ગોટાળમાં તપાસના આદેશ અપાયા બાદ સરકારે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનરને અનેક વખત સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.  


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...