કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) માં ગત કેટલાક દિવસોથી અટકી અટકીને પડી રહેલા વરસાદના લીધે હવે રાજ્યમાં અકસ્માત થવાનું શરૂ થઇ ગયા છે. બુધવારે ઉત્તરી કલકત્તાના અહિરીટોલા સ્ટ્રીટ પર એક બે માળની બિલ્ડીંગ ઢળી પડી છે. ANI ના અનુસાર આ અકસ્માતમાં 2 લોકો મૃત્યું પામ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં એક મહિલા અને એક 3 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં આ બંનેને કાટમાળમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
મળતી માહિતી અનુસાર બુધવારે સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ અહિરીટોલા સ્ટ્રીટ પર બે માળની બિલ્ડીંગ સતત વરસાદ (Heavy Rainfall) ના લીધે ઢળી પડી હતી. ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓની ટીમે રાહત બચાવ અભિયાન શરૂ કર્યું છે, જેમાં કાટમાળમાંથી તમામ લોકોને નિકાળવામાં આવ્યા છે. પરંતુ એક મહિલા અને એક બાળકનું હોસ્પિટલમાં મોત થયું છે. 


દોઢ કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બિલ્ડીંગ ધરાશાયી (Building Collapse) ની સૂચના મળતાં જોરબાગન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘટના બાદ કલકત્તા પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ફાયર વિભાગ અને વિજ કનેક્શન પ્રોવાઇડર સીઇએસસી પણ ઘટનાસ્થળે પહોંચી. તમને જણાવી દઇએ કે દોઢ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ કાટમાળમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રતી ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલા અને એક બાળકીએ દમ તોડ્યો હતો. વહિવટીતંત્ર આ અકસ્માતની તપાસમાં જોડાઇ ગયો છે. 


બંગાળમાં ગુલાબ તૂફાનના લીધે થઇ રહ્યો છે વરસાદ
તમને જણાવી દઇએ કે કલકત્તામાં ચક્રવાતના લીધે ગત થોડા દિવસોથી વરસાદ થઇ રહ્યો હતો. આ વાવાઝોડાના લીધે આ અઠવાડિયાની શરૂઆતમાં આંધ્ર પ્રદેશમાં દસ્તક આપી છે.