નવી દિલ્હી: શારદા ચિટફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસના ઘેરાવમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના આઇપીએસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના રાજીક કુમારે બુધવારે ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટથી ફટકો પડ્યા બાદ રાજીવ કુમારની તરફથી બુધવારે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આગોતરા જામીનની માગ કરવામાં આવી છે. આ સાથે જ રાજીવ કુમારે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ પર ગંભીર આરોપ લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોલકાતા અને અમૃતસરના એક-એક પોલિંગ બૂથ પર પુન:મતદાન શરૂ


રાજીવ કુમારનું કહેવું છે કે, સીબીઆઇએ તેમને ખોટા આરોપ અંતર્ગત આ કેસમાં ફસાવ્યા છે. જણાવી દઇએ કે, શારદા ચિટફંડ કૌભાંડ મામલે રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...