પશ્ચિમ બંગાળથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને હચમચી જવાય. પોલીસે એવો ખુલાસો કર્યો છે કે જેના વિશે તમે જાણશો તો એમ લાગશે કે કળિયુગમાં આ તે કેવા સંબંધો ઊભા થાય છે કે એક માતા કુમાતા બની જાય  છે. હુગલી જિલ્લાના કૌનનગર વિસ્તારમાં એક 10 વર્ષના માસૂમ બાળકની લાશ મળી. લાશની કન્ડિશન જોઈને પોલીસના પણ રૂવાડાં ઊભા થઈ ગયા. પોલીસના મનમાં વારંવાર એ જ સવાલ ઊભો થતો હતો કે આખરે કોણે આ બાળકને આટલી નિર્દયતાથી મારી નાખ્યો. પોલીસે મૃતદેહ કબજે કરીને તપાસ શરૂ કરી. જ્યારેબાળકનો મૃતદેહ ઘરમાં મળ્યો તો તે સમયે માતા કે પિતા કોઈ ઘરમાં નહતું. બાળકની ઓળખ શ્રેયાંશુ  શર્મા તરીકે થઈ અને તે હુગલીમાં ચોથા ધોરણમાં ભણતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હત્યા પહેલા કર્યું આ કામ
વાત જાણે એમ છે કે શ્રેયાંસુના પિતા પંકજ શર્મા કોલકાતાની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. માતા શાંતા શર્મા એક કોસ્મેટિક શોપમાં નોકરી કરે છે. ઘટનાવાળા દિવસે શ્રેયાંશુની બહેન તેના રૂમમાં આવી તો જોયું કે તે લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. તેના હાથની નસો કપાયેલી હતી. તેના ચહેરાને કચડવામાં આવ્યો હતો. તેના શરીર પર ઘાના અનેક નિશાન હતા. રૂમમાં મોટા અવાજે  ટીવી ચાલુ હતું. જાણે હત્યારાનો એવો ઈરાદો હતો કે અવાજ રૂમમાંથી બહાર ન જાય. 


ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. બાળકના માતા પિતા શોક વ્યક્ત કરી રહ્યા હતા. માતાના પણ ખરાબ હાલ હતા. પણ પોલીસ જ્યારે ઘટનાના મૂ્ળિયા સુધી પહોંચી તો સત્ય જાણીને રૂવાડાં ઊભા થઈ ગયા. બાળકના મૃતદેહ સાથે એટલી બર્બરતા કરવામાં આવી હતી કે જાણે હત્યા કરનારની ઈચ્છા હતી કે તે કોઈ પણ સંજોગોમાં જીવતો ન રહે. આખરે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે બાળકની માતાની ખુબ પૂછપરછ ક રી જેથી કરીને જાણી શકે કે બાળકની કોની સાથે દોસ્તી હતી. તે ક્યાં જતો હતો પરંતુ પોલીસને કશું મળ્યું નહી.


સીસીટીવીથી ખુલ્યું રહસ્ય
પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનની તપાસ કરી. ફોરેન્સિક એક્સપર્ટે પણ કેટલાક ક્લુ આપ્યા. ફૂટેજમાં ઘરમાંથી બે મહિલાઓ જતી જોવા મળી. પોલીસને શક ગયો. એક તો બાળકની માતા હતી. બીજી તેની પાક્કી બહેનપણી ઈશરત પરવીન હતી જે અવારનવાર તેના ઘરે આવતી હતી. ત્યારબાદ પોલીસે માતાને અટકમાં લઈને કડકાઈથી પૂછપરછ કરતા માતા તૂટી ગઈ અને બધુ ઓકી નાખ્યું. 


માતાએ કબૂલ્યો ગુનો
માસૂમની માતાએ કબૂલી લીધુ કે તેણે જ  પુત્રની હત્યા કરી છે. તેણે કહ્યું કે ઘટનાના દિવસે તેની સહેલી પરવીને પણ તેનો સાથ આપ્યો. પરવીન કોલકાતાના વાટગંજમાં રહે છે. માતાએ જણાવ્યું કે પુત્રએ તેને અને તેની બહેનપણીને આપત્તિજનક સ્થિતિમાં બેડ પર જોઈ લીધા હતા. ત્યારથી તે તેની સાથે ઝઘડો  કરતો હતો. નારાજ રહેતો હતો. તે પરેશાન પણ રહેતો હતો. 


માતાને ડર હતો કે આ અંગે તેઓ કોઈને જણાવી દેશે. તેણે કબૂલ કર્યું કે તે અને તેની સહેલીએ પહેલા ટીવીનો અવાજ મોટો કર્યો જેથી કરીને બાળકનો અવાજ બહાર ન જાય. ત્યારબાદ તેણે મૂર્તિથી બાળકના માથે ઘા કર્યો જેથી કરીને બાળક બેહોશ થઈ ગયો અને પછી તેના હાથની નસ  કાપી નાખી. સંતોષ ન થતા શરીર પર ચાકૂથી અનેક વાર કર્યા. તેણે કહ્યું કે પુત્રની હત્યા કર્યા બાદ તે બહેનપણીની સાથે ભાગી ગઈ અને ફોન બંધ કરી દીધો. 


કેમ કરી પુત્રની હત્યા
આરોપી માતા શાંતા શર્માની વાતો સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. હકીકતમાં શાંતાને લાગતું હતું કે તેનો પુત્ર તેની અને તેની બહેનપણી વચ્ચે આવી રહ્યો છે. બંનેના સંબંધમાં વિધ્ન છે. આથી તેણે પુત્રને રસ્તામાંથી હટાવી દીધો. 


ચોંકાવનારી વાત એ છે કે શાંતાના પતિને તેના સમલૈંગિક સંબંધ વિશે ખબર હતી પરંતુ તે સમાજના ડરે ચૂપ હતો. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. ઘટના વિશે જાણીને આજુબાજુના લોકો પણ સ્તબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube