BSF નું કાર્યક્ષેત્ર વધારવાનો વિરોધ, પંજાબ બાદ બંગાળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ
પશ્ચિમ બંગાળ વિધાનસભા (West Bengal Assembly) માં મંગળવારે આંતરરાષ્ટ્રીય સરહદથી સરહદ સુરક્ષા દળ (BSF) ના અધિકાર ક્ષેત્રને વધારવાના કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.
કોલકત્તાઃ બંગાળ વિધાનસભામાં (West Bengal Assembly) આંતરરાષ્ટ્રીય સરહદથી સરહદ સુરક્ષા દળ (BSF) ના અધિકાર ક્ષેત્ર વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. પંજાબ બાદ બંગાળ બીજુ રાજ્ય છે, જ્યાં કેન્દ્રના આ નિર્ણય વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો છે. મમતા બેનર્જીએ બીએસએફનું અધિકાર ક્ષેત્ર વધારવા વિરુદ્ધ 16 નવેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની જાહરાત કરી હતી.
'નવો આદેશ સંઘીય માળખાની વિરુદ્ધ છે'
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સરહદથી સરહદ સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રને 15 કિમીથી વધારીને 50 કિમી કરવાના કેન્દ્રના પગલા વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ રજૂ કરતા ચેટર્જીએ કહ્યુ- કેન્દ્રનો આ નિર્ણય રાજ્યના સંઘીય માળખામાં હસ્તક્ષેપ કરશે અને બીએસએફ કાયદાના વર્તુળથી બહાર છે. આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા માટે રાજ્ય પોલીસની ભૂમિકાઓ અને જવાબદારીઓમાં પણ હસ્તક્ષેપ છે. અમે માંગ કરીએ છીએ કે જૂના આદેશને બહાલ કરવામાં આવે અને નવો આદેશ પરત લેવામાં આવે.
આ પણ વાંચોઃ મોદી સરકારે આપી ગુરૂ પર્વની ભેટ, બુધવારથી ફરી ખુલશે કરતારપુર સાહિબ કોરિડોર
પ્રસ્તાવનો સુવેંદુ અધિકારીએ કર્યો વિરોધ
બીએસએફના અધિકાર ક્ષેત્ર વિસ્તાર પર લગભગ દોઢ કલાક સુધી ચર્ચા ચાલી હતી. જેમાં ટીએમસી અને વિપક્ષી દળોના ધારાસભ્યોએ ભાગ લીધો હતો અને બાદમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. બીએસએફના અધિકાર ક્ષેત્રના વિસ્તાર વિરુદ્ધ પ્રસ્તાવનો વિરોધ કરતા, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નેતા વિપક્ષ સુવેંદુ અધિકારીએ કહ્યુ- જ્યારે કેન્દ્ર જંગલમહલથી સીઆરપીએફને પરત લેવા ઈચ્છે છે તો તમે બધા કહો છે કે સીઆરપીએફની વાપસીથી માઓવાદીઓની ફરીથી રચના થઈ શકે છે. દાર્જિલિંગ, કલિમ્પોંગમાં અશાંતિ દરિયાન સેનાને તૈનાત કરવામાં આવી હતી પરંતુ તમને બીએસએફ પર વિશ્વાસ નથી? તમે બધી કહી રહ્યાં છો કે ઘણા લોકસભા ક્ષેત્ર, સિલીગુડી જિલ્લા મુખ્યાલય બધુ બીએસએફ દ્વારા પોતાના કબજામાં લેવામાં આવશે, આ સત્ય નથી. જે રાજ્ય પોલીસની પાસે છે તે તેની પાસે રહેશે.
પ્રસ્તાવના વિરોધમાં પડ્યા આટલા મત
નેપા વિપક્ષે કહ્યુ- મંત્રીને વિનંતી છે કે આ પ્રસ્તાવને પરત લેવામાં આવે જેણે રજૂ કર્યો છે. બીએસએફનું અધિકાર ક્ષેત્ર માત્ર 50 કિમી નહીં પરંતુ 80 કિમી સુધી વધારવું જોઈએ. ધારાસભ્યોના વોટિંગ બાદ 112 મત પક્ષમાં અને 63 પ્રસ્તાવની વિરોધમાં પડ્યા હતા. બાદમાં અધ્યક્ષે જાહેરાત કરી કે પ્રસ્તાવમાં વધારે મત હોવાને કારણે તેને પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવની સાથે પશ્ચિમ બંગાળ બીએસએફના અધિકાર ક્ષેત્રના વિસ્તાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનાર પંજાબ બાદ બીજુ રાજ્ય બની ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube