કોલકત્તાઃ લોકસભા ચૂંટણી 2019 (Lok sabha election results 2019)માં આજે તમામ 542 સીટો પર થયેલા મતદાનની ગણતરી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળની 42 સીટો પર પણ ગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનોમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. તો રાજ્યમાં સત્તામાં રહેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અપેક્ષા અનુરૂપ પ્રદર્શન કરતા દેખાઇ રહ્યાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો શરૂઆતી ટ્રેન્ડમાં આસનસોલ લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મુનમુન સેન કરતા 3448 મતોથી આગળ ચાલી રહ્યાં છે. 


- કુચબિહાર લોકસભા સીટથી ભારતના નિશીથ પ્રાણિક તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ચંદ્ર અધિકારી કરતા 1225 મતોથી આગળ ચાલી રહ્યાં છે. 


- હુગલી લોકસભા સીટ પરથી ભાજપની લોકેટ ચેટર્જી ટીએમસીના ઉમેદવાર રત્ન ડી નાગ કરતા 2175 મતોથી આગળ ચાલી રહી છે. 


- ઉલુબેરિયા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર સજદા અહમદ ભાજપના જોય બેનર્જી કરતા 920 મતોથી આગળ ચાલી રહ્યાં છે.