કોલકાતા : પશ્ચિમ બંગાળમાં એન્ટી મોબ લિન્ચિંગનું બિલ આવવા છતા પણ બંગાળમાં મોબ લિન્ચિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. પશ્ચિમ બંગાળનાં ત્રણ જિલ્લા ઉત્તર દિનાજપુર, આસનસોલ અને કુચબિહારમાં ગત્ત 12 કલાકમાં મોબ લિન્ચિંગની ઘટનાઓ સામે આવી છે. ત્રણ ઘટનાઓમાં બાળક ચોરીનાં મુદ્દા 9થી વધારે લોકોને ક્રુર રીતે માર મારવામાં આવ્યો, જેમાં 5 પોલીસ કર્મચારીઓ સહિત સિવિલ વોલેન્ટીયરનો પણ સમાવેશ થાય છે.
મોદી સરકારના 100 દિવસ: જાવડેકરે કહ્યું 100 દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા
ઉત્તર દિનાજપુરનાં ચોપડાનાં રામગંજમાં કપડા વેચવા આવેલા બે લોકોને બાળક ચોર હોવાની શંકામાં ખરાબ રીતે મારવામાં આવ્યા. સમાચાર મળ્યા બાદ ચોપડા  પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંન્નેને બચાવીને ઇસ્લામપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવાયા. બીજી તરફ મુર્શિદાબાદનાં જંગીપુરથી શનિવારે કપડા વેચવા આવેલા મોહમ્મદ હુસૈન અને મોહમ્મદ જુનાહિદને આ વિસ્તારનાં લોકોને બાળક ચોર હોવાની શંકામાં ક્રુર રીતે માર મારવામાં આવ્યો. ટોળાને બચાવવા માટે આગળ આવેલા બે પોલીસ કર્મચારીઓને પણ લોકો માર માર્યો. સાથે જ પોલીસની ગાડીમાં તોડફોડ પણ કરી. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ
VIDEO: દંડથી ગુસ્સે ભરાયેલા યુવકે હેલમેટ વગર જઇ રહેલા PSIને પકડી સસ્પેન્ડ કરાવ્યો
બીજી તરફ આસનસોલ હીરાપુર પોલીસ સ્ટેશન અતરગત ભલડિયા ગામમાં બાળકોની ચોરીની શંકામાં એક વ્યક્તિને ક્રુર રીતે માર મારવામાં આવ્યો. તેને બચાવવા આવેલા 3 સિવિક વોલેન્ટિયર ખરાબ રીતે લોકોને માર્યા અને સાથે જ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી. તમામ ઘાયલોને પ્રાથમિક ચિકિત્સા માટે આસનસોલ લઇ જવામાં આવ્યા. સમાચાર મળવા અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઉત્તેજીત જનતાને શાંતિ કરાવી અને આ મુદ્દે તપાસ ચાલુ કરી દીધી.


નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના
બીજી તરફ કુચબિહારનાં દિનહાટમાં બાળક ચોરી ગેંગ હોવાની શંકામાં એક વ્યક્તિને ક્રુર રીતે માર મારવામાં આવ્યો. ઘટના શનિવારે મોડી રાત્રે જ્યાં ગામના લોકોએ બાળક ચોરી કરવાની શંકામાં જોસેફ સંથાલ નામના યુવકને ક્રુર રીતે માર માર્યો. પોલીસ આ મુદ્દે વીડિયો ફુટેજની મદદથી 20થી 25 લોકોની ઓળખ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે.